દક્ષિણ ગુજરાતના આ વિસ્તારોમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ, પણ આ જિલ્લાઓમાં છે ભારે ખતરો!

Sat, 30 Mar 2024-2:10 pm,

આગામી ત્રણ દિવસ સુધી તાપમાનમાં 1-2 ડિગ્રીનો ઘટાડો થશે. ઉત્તર ગુજરાતમાં 40 ડિગ્રી તાપમાન રહ્યું છે, જ્યારે અમદાવાદમાં ગરમ રાત રહી છે. આગામી 24 કલાકમાં ઉત્તર ગુજરાતમાં ગરમ રાત રહેવાની શક્યતા દર્શાવવામાં આવી છે. હવે બનાસકાંઠા, અમદાવાદ અને, આણંદમાં ગરમ રાતની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી નોંધાયું છે. ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 39.6 ડિગ્રી નોંધાયું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે તાપમાનમાં ઘટાડો થશે. દરિયા કિનારે ડિસ્કમ્ફર્ટ યથાવત રહેશે. ગુજરાતનાં પૂર્વી પર્વતીય ભાગોમાં હળવો વરસાદ રહી શકે છે. પશ્ચિમી પવન ફૂંકાવાને કારણે તાપમાન ઘટી શકે છે.

આજે એકાએક  દક્ષિણ ગુજરાતમાં વરસાદી વાતાવરણ જોવા મળ્યું છે. તાપી જિલ્લા અને દાહોદના વાતાવરણમાં પલટો આવ્યો હતો. દાહોદ શહેર સહિત આસપાસના વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું અને કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. વરસાદી માહોલના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. સવારે છોટાઉદેપુરમાં વરસાદ વરસ્યો હતો. વલસાડમાં પણ સવારે માવઠું પડ્યું હતું. એકાએક વાતાવરણમાં પલટો આવતા ધરતી પુત્રોમાં ચિંતા ફેલાઇ હતી. તાપી જિલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. તાપી જિલ્લામાં સવારથી વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું અને કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. વરસાદી માહોલના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

ગરમીનો પારો સતત ઉપર ચઢી રહ્યો છે. ગુજરાતના લોકો રીતસર કાળજાળ ગરમીથી શેકાઈ રહ્યાં છે. જે પ્રમાણેની આગાહીઓ આવી રહી છે એ જોતા તો એવું લાગે છેકે, આ તો હજુ શરૂઆત જ છે. આ તો હજુ ટ્રેલર છે, ગરમીનું પિક્ચર તો હજુ બાકી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી પાંચ દિવસ ગુજરાતમાં ગરમી તોડી શકે છે રેકોર્ડ. આગામી પાંચ દિવસ અમદાવાદ સહિત ગુજરાતના કેટલાંક શહેરોમાં ગરમીનો પારો પહોંચી શકે છે 41 ડિગ્રીને પાર. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોની સરખામણીએ શહેરી વિસ્તારોમાં ગરમીનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે. તેનું મુખ્ય કારણ છે, સતત વધી રહેલાં ક્રોંક્રિંટના જંગલો. ઝાડ કપાઈ રહ્યાં છે અને બિલ્ડિંગો બની રહી છે. જેને કારણે ગ્લોબલ વિર્મિગની અસર પણ વર્તાઈ રહી છે.

અમદાવાદમાં બપોરના સમય દરમિયાન ચામડી દઝાડે તેવી કાળઝાળ ગરમી અનુભવાય છે. હવામાન વિભાગની આગાહીને પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે અમદાવાદ શહેરમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કામકાજ વિના લોકોને ઘરની બહાર ન નીકળવા પણ તાકીદ કરવામાં આવી છે. અમદાવાદ, બનાસકાંઠા, આણંદમાં આજે યલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

નિષ્ણાતોના મતે કાળજાળ ગરમીને કારણે લોકોને ગભરામણ, માથામાં દુઃખાવો, પેટમાં દુઃખાવો, ચક્કર આવવા જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે. તેથી તંત્ર દ્વારા લોકોને પાણી સહિતના પ્રવાહી વધારે લેવાની સલાહ આપવામાં આવી છે. લીંબુ પાણી અને છાશ જેવા ઠંડા પીણા કાળજાળ ગરમીમાં શરીરને ઠંડક આપે છે. 

હજુ માર્ચ મહિનો પૂરો થવામાં છે ત્યાં જ અમદાવાદમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી રહ્યો છે. આગળ શું હાલત થશે તેની સૌ કોઈને ચિંતા સતાવી રહી છે.  જયારે ૩૦ માર્ચથી બે એપ્રિલ દરમિયાન વરસાવતી ગરમીનો પ્રારંભ થઈ ગયો છે. આજે અમદાવાદમાં ગરમીનો પારો 40 ડિગ્રીની આસપાસ જ રહેવાની આગાહી છે.

હવામાન વિભાગની આગાહી અનુસારઅમદાવાદનું તાપમાન શુક્રવારે ૪૧, શનિવારે ૪૦ જ્યારે રવિવારથી મંગળવારના ૩૯ ડિગ્રીની આસપાસ રહેશે. ગત રાત્રિએ અમદાવાદનું સરેરાશ લઘુતમ તાપમાન ૨૬.૨ ડિગ્રી સાથે સામાન્ય કરતાં ૪.૩ ડિગ્રી વધારે નોંધાયું હતું. હવામાન વિભાગમાં વર્ષ ૨૦૨૦ સુધીના જે જે આંકડા દર્શાવાયા છે તેના અનુસાર ૨૦૧૧થી ૨૦૨૦ દરમિયાન અમદાવાદનું મહત્તમ તાપમાન ૪૨ને પાર થયું હોય તેવું એક માત્ર વર્ષ 2017માં બન્યુ હતું. 

હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં અમરેલી, રાજકોટ, વડોદરા, ગાંધીનગર, ભુજ, છોટા ઉદેપુર, ડીસા, બનાસકાંઠા, આણંદમાં પણ યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતના આ શહેરોમાં પણ સતત ઉપર જઈ રહ્યો છે ગરમીનો પારો.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link