કોઈ વિચારી પણ નહિ શકે, કે ગુજરાતના આ સ્થળે થોડા દિવસો પહેલા રણ હતું, અને હવે જુઓ....
હંમેશા સૂકાભઠ્ઠ રહેતા નડાબેટના રણમાં પાણી ભરાતાં રણ દરિયો બન્યો તેવા દ્રશ્યો સર્જાયા છે. રણમાં દૂર-દૂર સુધી પાણી દેખાતા અદભૂત નજારો સર્જાયો...
બનાસકાંઠાનો રણ વિસ્તાર પાકિસ્તાની સીમાઓ સુધી પથરાયેલો છે. આ અફાટ રણમાં દૂરદૂર સુધી માણસ તો શું જાનવર સાથે પણ મુલાકાત થવી મુશ્કેલ છે. ઠંડીમાં ઠંડાગાર રહેતા અને ગરમીમાં તાપથી ઉકળતા આ રણનું હવામાન હરકોઈને માફક આવે તેમ નથી. નડાબેટના રણની આગળ એક અલગ જ દુનિયા છે. જ્યાં કોઈ જ સુવિધાઓ નથી છતાં પણ અનેક વિષમ પરિસ્થિતિમાં બીએસએફના જવાનો આકરા તાપ અને ઠંડીની પરવાહ કર્યા વગર રેગિસ્તાનમાં પોતાના વતનની રક્ષા માટે રાત-દિવસ દુશ્મન દેશ સામે છાતી તાણીને બોર્ડર ઉપર તૈનાત છે.
ગુજરાત સરકાર દ્વારા આ વિસ્તારને પણ ટુરિઝમના દ્રષ્ટિએ વિકસાવાયું છે. અહીં દર વર્ષે લાખોની સંખ્યામાં પ્રવાસીઓ આવે છે.