જોઈ લો ચાર્ટ : 24 થી 27 નવેમ્બર સુધી કમોસમી વરસાદની આગાહી, આ જિલ્લાઓ પર મોટી ઘાત
આખરે રાજ્યમાં ઠંડી અસર વર્તાવાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી આવી ગઈ છે. ઠંડીના ચમકારા વચ્ચે કમોસમી વરસાદ આવી પડશે. કેટલાક હવામાન એક્સપર્ટસના જણાવ્યા અનુસાર, રાજ્યમાં આજથી એટલે 24 તારીખથી 27 મી તારીખ સુધી વાતાવરણમાં પલટા સાથે અનેક વિસ્તારોમાં માવઠાની શક્યતા છે. કયા કયા જિલ્લાઓમાં માવઠું આવશે તે જોઈ લો
હવામાન વિભાગે જણાવ્યું કે, આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે. ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી છે. 24 થી 26 નવેમ્બર સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રમાં વરસાદ બાદ તાપમાન ધીમે ધીમે ઘટવાનું અનુમાન છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધશે. જેના કારણે સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની શક્યતા છે.