Honey And Raisins: મધમાં પલાળેલી કિશમિશ ખાવાથી શરીરને થાય છે સૌથી વધુ ફાયદા, ફ્રેકચર થયું હોય તેમણે તો ખાસ ખાવી
કિશમિશ ખાવાથી શરીરને ઘણા બધા ફાયદા થાય છે તેમાં પણ જો તમે તેને મધમાં પલાળેને ખાવ છો તો તેનાથી થતા ફાયદા બમણા થઈ જાય છે. ખાસ કરીને જે લોકોના શરીરમાં આયર્નની ઉણપ હોય તેમણે મધ અને કિશમિશ ખાવી જોઈએ તેનાથી હિમોગ્લોબિન વધે છે.
પાચન માટે કિશમિશને સૌથી વધારે ફાયદાકારક માનવામાં આવે છે. કિશમિશમાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે જે પાચન સંબંધિત સમસ્યાને મટાડે છે. જો તમે મધ સાથે કિશમિશનું સેવન કરો છો તો પેટ સંબંધિત સમસ્યા જેમકે કબજિયાત, ગેસ, અપચો મટે છે.
મધ અને કિશમિશનું સેવન હાડકા ને પણ મજબૂત બનાવે છે. જે લોકોને ફ્રેક્ચર થયું હોય તેને મધ અને કિશમિશ ખવડાવવાથી રિકવરી ઝડપથી થાય છે. મધ અને કિશમિશને એક સાથે ખાવાથી દાંત પણ મજબૂત થાય છે કારણ કે તે મોઢામાં રહેલા હાનિકારક બેક્ટેરિયાને દૂર કરે છે.
મધ અને કિશમિશ ખાવાથી ઇમ્યુનિટી બુસ્ટ થાય છે સાથે જ શરીરની નબળાઈ પણ દૂર થવા લાગે છે. જે લોકો વારંવાર બીમાર પડતા હોય કે શરીરમાં થાક અને આળસ અનુભવાતો હોય તેમણે મધ અને કિશમિશને સવારે ખાલી પેટ ખાવા જોઈએ.
જે લોકો રોજ સવારે મધ અને કિશમિશ એકસાથે ખાય છે તેને હૃદય સંબંધિત સમસ્યામાં પણ ફાયદો થાય છે. ખાસ કરીને બેડ કોલેસ્ટ્રોલ જેમને વધારે હોય તેમણે મધ અને કિશમિશને એક સાથે ખાવા જોઈએ.