ભારતમાં આ જગ્યાએ લગ્ન દરમિયાન કરવામાં આવે છે પ્રાઇવેટ પાર્ટની પૂજા, જાણો આ અનોખી પરંપરા વિશે
આ અનોખા લગ્ન રાજસ્થાનના પાલી જિલ્લામાં જોવા મળે છે. જ્યાં લગ્નમાં પ્રાઇવેટ પાર્ટની પૂજા કરવામાં આવે છે, જેમાં ગામના લોકો સામેલ થાય છે. સાથે વર-કન્યા સુહાગરાત બાદ અલગ થઈ જાય છે.
આ લગ્નમાં મહિલાઓ ગાળો આપે છે, જેના પર લોકો ડાન્સ કરે છે. કહેવાય છે કે આ લગ્નમાં સંતાન પ્રાપ્તિ માટે વર-કન્યાના પ્રાઇવેટ પાર્ટ્સની પૂજાની વિધિ કરવામાં આવે છે.
આ અનોખા લગ્ન પાલી જિલ્લાથી 25 કિલોમીટર દૂર ગામમાં થાય છે. આ જગ્યા પર મૌજીરામ જી અને મૌજની દેવીનું એક પ્રાચીન મંદિર છે, જેની ભગવાન શંકર અને માતા પાર્વતીના રૂપમાં પૂજા થાય છે.
આ લગ્નમાં લોકોને સેક્સ એજ્યુકેશન આપવામાં આવે છે. તેની પાછળ લોકોનું કહેવું છે કે પહેલા બાળકોને સેક્સ સાથે જોડાયેલી જાણકારી આપવાનું મુશ્કેલ હતું. તેવામાં આ લગ્નમાં લોકોને બધી જાણકારી મળી જાય છે.
આ લગ્ન મૌજીરામ અને મૌજનીના થાય છે. આ દરમિયાન બંને પ્રતિમાઓને રંગ, અત્તર અને મહેંદી લગાવવામાં આવે છે. સાથે ફેરા અને સુહાગરાતની પરંપરા નિભાવવામાં આવે છે.
ડિસ્ક્લેમરઃ આ લેખ સામાન્ય જાણકારી અને લોકોએ જણાવેલી કહાની પર આધારિત છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.