રાજસ્થાન: સોશિયલ મીડિયા દ્વારા જનતાને સતર્ક કરવાની પોલીસની નવી ચળવળ, જુઓ PICS

Wed, 05 Sep 2018-8:56 am,

સામાન્ય રીતે ટીકાકારોનો શિકાર થનાર ખાખીના સામાજિક કામો સંકળાયેલા કામોનો વધુ ઉલ્લેખ થયો નથી. ડિપાર્ટમેંટથી માંડીને સોશિયલ મીડિયા પર દરેક જગ્યાએ સારો કામોની ચર્ચા ઓછી સાંભળવા અને વાંચવા મળે છે. ગત કેટલાક સમયથી દરેક રાજ્યની પોલીસે ડિજિટલ પ્લેટફોર્મ પર પોલીસના એચીવમેંટને જરૂર દેખાડવાનું શરૂ કરી દીધું છે પરંતુ હવે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર રાજસ્થાન પોલીસના સામાજિક પ્રશંસનીય સારા કામો જોવા અને સાંભળવાની તક મળશે. 

રાજસ્થાન પોલીસ સોશિયલ મીડિયાના તે પેજ પર ના ફક્ત રાજસ્થાન પોલીસના સારા કામોની વાત થઇ રહી છે પરંતુ જનતા સાથે જોડાવવા માટે રાજસ્થાન પોલીસ રાજસ્થાનના દરેક એચીવમેંટને પ્રમુખતાથી ઉદાહરણ તરીકે સામે રાખી રહી છે. પોતાના સોશિયલ મીડિયાના પેજ પર રાજસ્થાન પોલીસ રસપ્રદ અંદાજમાં પણ ટ્રાફિક નિયમ, પોલીસ મદદને સામે રાખવાનો પ્રયત્ન કરી રહી છે.

હવે રાજસ્થાન પોલીસે એક નવી પહેલ કરતાં સોશિયલ મીડિયા પર રાજસ્થાન પોલીસના તે બધા સારા કામોને સામે લાવવાનું બીડું ઉઠાવ્યું છે જેના લીધે ખાખીનું સમાજમાં માથું ઉંચું થાય છે અને ખાખીનું સ્થાન વધુ મજબૂત થઇ જાય છે. એટલે કે પોલીસની ડ્યૂટીની સાથે-સાથે સામાજિક દરજ્જો નીભાવનાર પોલીસના જવાનોને હવે રાજસ્થાન પોલીસ સોશિયલ મીડિયાના પોતાના પ્લેટફોર્મ પર 'હીરો'વાળી છબિ સાથે રજૂ કરી રહી છે.

રાજસ્થાન પોલીસના સોશિયલ મીડિયાના તે પેજ પર પોલીસના એચીવમેંટની જ નહી પરંતુ ડ્યૂટી ઉપરાંત સારા કામોની ચર્ચા, તેમનો એક વીડિયો પણ પોસ્ટ કરાવવામાં આવી રહ્યો છે. ચુરૂ પોલીસના સિપોઆહી ધર્મવીર દ્વારા ગરીબ, ભીખ માંગનાર બાળકો માટે શિક્ષણની વ્યવસ્થા કરી મુખ્યધારામાં લાવીને ઉદાહરણ પુરૂ પાડવું, બૂંડી જિલ્લાની મહિલા ઇંસ્પેક્ટર કનીઝ ફાતિમા દ્વારા દેહ વેપારમાં લિપ્ત 21 મહિલાઓને દેહ વેપારથી મુક્ત કરાવીને તેમના લગ્ન કરાવી સમાજ સાથે જોડવાની લાગણ, ઇંસ્પેક્ટર ફાતિમાના આ પ્રયત્નો માટે તેમને રાજસ્થાનના રાજ્યપાલ પાસેથી પણ ઉત્સાહ અને પુરસ્કાર મળ્યો. 

આ સાથે જ રાજસ્થાન પોલીસ જનતા સાથે સારો તાલમેલ અને સંવાદ માટે દરેક રસપ્રદ અંદાજમાં સોશિયલ મીડિયાના પોતાના પેજ પર પોસ્ટ શેર કરી રહી છે. કિકી ચેલેંજથી બચવા માટે પણ કેટલીક પોસ્ટ રાજસ્થાન પોલીસે પોતાના સોશિયલ મીડિયા પેજ પર પોસ્ટ કરી હતી.  

આ બધા રાજસ્થાન પોલીસના નવા પ્રયત્ન ઉદાહરણ માત્ર છે જેને સોશિયલ મીડિયાના ઇંસ્ટાગ્રામ, ફેસબુક પર રાજસ્થાન પોલીસ પોતાના એકાઉંટ પર શેર કરી રહ્યા છે. પોલીસ મુખ્યાલયથી એડીજી ક્રાઇમ પંકજ કુમાર સિંહ આ બધા કામોનું મોનિટરિંગ તથા સતત ઉત્સાહ વધારી રહ્યા છે. ખાસ વાત એ છે કે આગામી દિવસોમાં રાજસ્થાન પોલીસ અને સોશિયલ મીડિયાના આ એકાઉન્ટ્સ પર કેટલાક ખાસ દિવસ નક્કી કરવામાં આવશે જેમાં ગુરૂવારના દિવસે મહિલા સશક્તિકરણ સાથે જોડાયેલી પોસ્ટ અને શુક્રવારે ટ્રાફિક રૂલ્સ સાથે જોડાયેલા વિષય પર પોસ્ટ શેર કરવામાં આવશે.

Report By Ashutosh Sharma

 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link