Rajasthan: હાઈ પ્રોફાઈલ સ્કેન્ડલની ચર્ચાઓ વચ્ચે એ 5 કાંડ જેના CD-Video ની આજે પણ થાય છે ચર્ચા
રાજસ્થાનમાં હાલ બે હાઈ પ્રોફાઈલ સ્કેન્ડલની ચર્ચાઓ તેજ છે. એક ચર્ચા નાગોરના દિગ્ગજ નેતાઓની છે. જેને લઈને મામલો જયપુરના એક પોલીસ મથક સુધી પહોંચી ગયો હતો. જો કે એવું કહેવાય છે કે સમયસર આ મામલે ડેમેજ કંટ્રોલ કરી લેવાયો. જો કે હજુ પણ સોશિયલ મીડિયા પર સાંચૌરના એક વીડિયોની ચર્ચા તેજ છે. જો કે ઝી મીડિયા આ ચર્ચાઓની ખરાઈ કરતું નથી.
દેશના સૌથી મોટા સેક્સ સ્કેન્ડલ કાંડની ચર્ચાઓ આજે પણ અજમેરની ગલીઓમાં સાંભળી શકાય છે. અજમેરની એક જાણીતી કોલેજના 100થી વધુ છોકરીઓના ન્યૂડ ફોટા લેવાયા હતા અને તેમની સાથે હેવાનીયત પણ આચરવામાં આવી હતી. આ મામલે અજમેર યુથ કોંગ્રેસના તત્કાલિન અધ્યક્ષ ફારુક ચિસ્તી મુખ્ય સૂત્રધાર તરીકે સામે આવ્યા હતા. આ કેસમાં ચાર વિદ્યાર્થીનીઓએ આત્મહત્યા પણ કરી હતી. આજે પણ આ કાંડની પીડિતોને ન્યાય મળી શક્યો નથી.
ભંવરી દેવી કાંડે સમગ્ર રાજસ્થાનના રાજકારણને હચમચાવી દીધી હતું. વર્ષ 2011માં પ્રદેશમાં કોંગ્રેસની સરકારમાં તત્કાલિન જળ સંસાધન મંત્રી મહિપાલ મદેરણાના સેક્સ સ્કેન્ડલે રાજકારણમાં ભૂકંપ લાવી દીધો હતો. ષડયંત્ર હેઠળ સેક્સ સીડી બનાવીને એએનએમ ભંવરી દેવીએ મહિપાલ મદરેણા પાસેથી કરોડો રૂપિયા પડાવવાનો પ્લાન તૈયાર કર્યો હતો. પરંતુ કેટલાક નેતાઓના સાથીઓએ તેનું અપહરણ કરી લીધુ અને પછી તેની હત્યા કરીને લાશ બાળી મૂકવામાં આવી. જો કે આ કાંડ પછી સીડી વાયરલ થઈ અને મામલાનો ખુલાસો થઈ ગયો. આ મામલે મહિપાલ મદરેણાની રાજકીય કારકિર્દી ચોપટ થઈ ગઈ અને લાંબો સમય જેલમાં પણ રહેવું પડ્યું. પૂર્વ વિધાયક મલખાન સિંહ બિશ્નોઈ સહિત એક ડઝનથી વધુ આરોપીઓની ધરપકડ થઈ.
વર્ષ 2013માં તત્કાલિન સરકારના વધુ એક મંત્રી બાબુલાલ નાગર ઉપર પણ એક મહિલાએ દુષ્કર્મનો આરોપ લગાવ્યો હતો. મહિલાનો આરોપ હતો કે તેને સરકાર નોકરીની લાલચ આપીને બાબુલાલ નાગરે દુષ્કર્મ કર્યું. આ આરોપો બાદ બાબુલાલ નાગરે મંત્રીપદ ગુમાવવું પડ્યું હતું અને લાંબા સમય સુધી જેલના સળિયા પાછળ રહ્યા. જો કે બાદમાં કોર્ટે છોડી મૂક્યા હતા.
વર્ષ 2014માં એક ભાજપ નેતા અને એક ડેન્ટલ ક્લિનિકના માલિક પર મહિલાએ દુષ્કર્મનો આરોપ લગાવ્યો હતો. એટલું જ નહીં મહિલાના પતિએ અશ્લીલ વિડિયો પણ મીડિયા સાથે શેર કર્યો હતો. ત્યારબાદ ભાજપના નેતાએ દિલ્હી ક્રાઈમ બ્રાન્ચમાં બ્લેકમેઈલિંગનો કેસ દાખલ કર્યો હતો. બાદમાં આ મામલે દિલ્હી ક્રાઈમ બ્રાન્ચે મહિલા અને તેના પતિને ભાજપના નેતા પાસેથી 40 લાખ રૂપિયા લેતા એક હોટલમાંથી પકડયા હતા. જો કે આ મામલામાં ભાજપના નેતા બચી ગયા હતા.
વર્ષ 2022માં રાજસ્વ મંત્રી રામલાલ જાટને હની ટ્રેપમાં ફસાવવાનો ખુલાસો થયો હતો. રામલાલ જાટ ભીલવાડા ગયા હતા. તે દરમિયાન તેમને હની ટ્રેપમાં ફસાવવાની કોશિશ થઈ હતી. જો કે પોલીસને આ અંગે પહેલા જાણ થઈ ગઈ હતી અને માસ્ટરમાઈન્ડ સાથે આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. તેમાં જોધપુરની એક મોડલનું નામ પણ સામે આવ્યું હતું.
વર્ષ 2022માં જ મંત્રી સાલેહ મોહમ્મદ પણ એક હની ટ્રેપનો ભોગ બનતા રહી ગયા. જો કે તેમનો એક 58 સેકન્ડનો વીડિયો વાયરલ થઈ ગયો હતો. આ વીડયોમાં કોલ દરમિયાન મંત્રી સાલેહ મોદમ્મદનું નામ અને મોબાઈલ નંબર સ્પષ્ટ જોવા મળતા હતા. જેવો કોલ રિસિવ થાય છે કે તે દરમિયાન થોડી પળો માટે મંત્રીનો ચહેરો પણ દેખાય છે. જે મહિલા તરફથી કોલ કરાયો હતો તે અર્ધનગ્ન હાલતમાં છે અને આપત્તિજનક હરકતો કરતી જોવા મળે છે. જો કે મંત્રી તરત કોલ કાપી નાખે છે. આ મામલે પોલીસે કાર્યવાહી કરતા મહિલાની ધરપકડ કરી હતી.