રાજસ્થાનમાં ગુજરાત કરતા પણ ઝક્કાસ નવરાત્રિ થાય છે, પુરુષો કરે છે ખાસ પ્રકારના ગરબા
રાજસ્થાનના જાલોર જિલ્લાના રામસીન ગામમાં શ્રી આપેશ્વર નવયુવક મંડળ દ્વારા છેલ્લા 50 વર્ષથી અનોખા ગરબા થાય છે.
નવરાત્રી દરમિયાન ગામના યુવકો માં અંબા, કાલિકા દેવી, નવદુર્ગા, કૃષ્ણ, બ્રહ્માજી, રામ લક્ષ્મણ, શંકર ભગવાન, શનિદેવ, ગણપતિ, હનુમાનજી, નારાદ મુની, કાળો ભૈરવ, ગોરો ભૈરવ સહિત વિવિધ દેવી-દેવતાઓનો વેશભૂષા ધારણ કરી ઘૂમે છે ગરબે.
આ ગરબાની ખાસિયત એ છે કે, રામસીન ગામમાં ફક્ત પુરુષો જ રમે છે ગરબા.
ગામની મહિલા સહિત મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે ગરબા જોવા.
રામસીન ગામમાં નવરાત્રીના નવ દિવસ સર્જાય છે ભક્તિમય માહોલ