Rajkot: ભાજપનાં એક દિગ્ગજ નેતાની સામે યુવતીએ તમામ કપડા ઉતારી નાખ્યા અને પછી...

Sun, 28 Mar 2021-1:05 am,

રાજકોટ : છેલ્લા લાંબા સમયથી હનીટ્રેપના ખાસ કરીને ઓનલાઇન હનીટ્રેપના કિસ્સાઓમાં ઉછાળો આવ્યો છે. સાયબર ક્રાઇમમાં આ પ્રકારની અનેક ઘટનાઓ નોંધાતી રહી છે. 

જો કે હવે તેમાંથી નેતાઓ પણ બાકાત નથી. આવો જ એક ચોંકાવનારો કિસ્સો રાજકોટ પોલીસમાં નોંધાયો છે. જેમાં એક નેતા હનીટ્રેપનો ભોગ બન્યા હતા. 

રાજકોટ તાલુકા ભાજપ પ્રમુખે સાયબર સેલમાં અરજી કરી છે. જેમાં તેમણે જણાવ્યું કે, તેમને કોઇ અજાણી યુતીએ વીડિયો કોલ દ્વારા બ્લેકમેઇલિંગ કરી રહી છે. ભાજપ પ્રમુખ બાબુ નસીતનાં અનુસાર પોતાની ઉંમર 27 વર્ષ છે. 

મનીષા શર્મા નામની યુવતીના ફેસબુક એકાઉન્ટમાંથી તેને વારંવાર વીડિયો કોલ આવતા હતા. ત્યાર બાદ મે વીડિયો કોલ ઉપાડ્યો હતો. તો તેમાં એક યુવતી અચાનક તમામ કપડા ઉતારવા લાગી હતી. 

કોલ રીસીવ કરતાની સાથે જ કોલ કરનાર યુવતીએ પોતાના તમામ કપડા ઉતારવાનાં ચાલુ કરી દીધા હતા. ત્યાર બાદ તે યુવતીએ વીડિયો કટ કરી નાખ્યો હતો. તેને અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો.

તમે ખુબ જ ખોટુ કર્યું છે. તમારા પર કેસ થશે. જો તમે ના ઇચ્છતા હો તો તમારે નાણા આપવા પડશે. નહી તો હું તમારો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરી દઇશ. ત્યાર બાદ તેણે ફોટા એડિટ કરીને મને ધમકાવવાનું શરૂ કરી દીધું હતું. 

(તમામ તસ્વીરો પ્રતિકાત્મક)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link