જાહેરમાં થૂંકનારા BJPના ધારાસભ્ય અરવિંદ રૈયાણીને મનપાએ 500નો દંડ ફટકાર્યો

Fri, 01 May 2020-10:38 pm,

અરવિંદ રૈયાણી રાજકોટના કોર્પોરેટરની સાથે સાથે પૂર્વ વિધાનસભા બેઠકના ધારાસભ્ય પણ છે. પોતાના આવા વર્તનને કારણે તેઓ ફરી એકવાર વિવાદમાં આવ્યા છે. હાલ કોરોનાને પગલે લોકડાઉનને કારણે ફસાયેલા લોકો માટે અરવિંદ રૈયાણી 3 રાહતના રસોડા પોતાના વિસ્તારમાં ચલાવે છે. ત્યારે પોતાના રાહતના રસોડામાં કામ દરમિયાન જ તેઓ માવો ખાઇને થૂંકયા હતા. તેમની આવી હરકતનો વીડિયો કેમેરામાં કેદ થયો હતો અને વાયરલ થતા લોકોએ તેમના પર ફિટકાર વરસાવી હતી.

ધારાસભ્ય અરવિંદ રૈયાણીને જાહેરમાં થૂંકવા બદલ મહાનગરપાલિકા દ્વારા 500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. જેની પહોંચ પણ અરવિંદ રૈયાણીએ મીડિયાને બતાવી હતી. 

ઉલ્લેખનીય છે કે, હાલ કોરોના વાયરસનું સંક્રમણ ન ફેલાય તે માટે તંત્ર અને નાગરિકો દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. જાહેરમાં થૂકવાથી કોરોનાનું સંક્રમણ ફેલાઈ શકે છે. આવામાં જો સામાન્ય લોકો સામે આવુ વર્તન કરે તો મનપા તેમની સામે કડક કાર્યવાહી કરે છે. ત્યારે જોવુ એ રહ્યું કે હવે ભાજપના આ ધારાસભ્ય સામે શું કાર્યવાહી થાય છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link