પુણ્યનું કામ : રાજકોટની ક્લબ લાવારીસ મૃતકોને અપાવે છે મોક્ષ, હરિદ્વારમાં કરશે 2500 અસ્થિઓનું વિસર્જન

Sun, 08 Jan 2023-4:29 pm,

જે લોકોએ પોતાના પરિવારજનોને ગુમાવ્યા હોય અને તેની અંતિમ ક્રિયા પૂર્ણ કર્યા બાદ તેઓની અસ્થિઓ લેવા માટે તેમના પરિવારમાંથી કોઈ આવતું નથી અથવા જે કોઈની એવી ઈચ્છા હોય કે તેના પરિવારજનોની અસ્થિઓ હરિદ્વાર ખાતે પધરાવવામાં આવે તે માટે થઈને સરગમ ક્લબ દ્વારા આ કાર્ય છેલ્લા 27 વર્ષથી દર છ મહિને કરવામાં આવે છે. વિધિવત રીતે અસ્થિઓનું પૂજન કરી તેને હરિદ્વાર ખાતે શાસ્ત્રોક વિધિ મુજબ વિસર્જન કરવામાં આવે છે. 

આ વિશે સંસ્થાના ગુણવંતભાઈ ડેલાવાળાએ જણાવ્યું કે, સરગમ ક્લબ છેલ્લા 27 વર્ષથી આ અવિરત સેવા કાર્ય કરી રહ્યું છે. આજે 2500 જેટલી અસ્થિઓનું પૂજન કરવામાં આવ્યું હતું. પૂજન કરેલી અસ્થિઓને હરિદ્વાર ખાતે પધરાવવામાં આવશે. આજે ૨૫૦૦ જેટલી અસ્થિઓનું પૂજન કાર્યક્રમ કરાયો હતો. વર્ષમાં બે વાર અસ્થિઓનું પૂજન કાર્યક્રમ રાખવામાં આવે છે.   

તો ડો.અલકા ધામેલિયાએ જણાવ્યું કે, જે લોકોના પરિવારજનોનું મૃત્યુ થઈ જાય છે અને તેમની ઈચ્છા હરિદ્વાર ખાતે અસ્થિ વિસર્જનની હોય છે, પરંતુ તે જઈ નથી શક્તા. તે માટે છ મહિના સુધી અહીં અસ્થિઓને ભેગી કરવામાં આવે છે અને ત્યારબાદ છ મહિના સુધી એક સાથે ભેગી થયેલા અસ્થિ જે મૃતકોના છે, તેમના પરિવારજનોને બોલાવી તેની શાસ્ત્રો વિધિ મુજબ પૂજન કરાવી હરિદ્વાર ખાતે વિસર્જન કરવામાં આવે છે. 

 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link