Viral Video: ખરેખર `રંગીલું` છે રાજકોટ, હોટલના રૂમની બારી ખુલ્લી રહી ગઇ અને ન્યૂડ પાર્ટી થઇ ગઇ વાયરલ

Thu, 30 Sep 2021-7:24 pm,

રાજ્યના મોટા-મોટા શહેરોમાં હવે પશ્વિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ થવા લાગ્યું છે. મોટા શહેરોમાં વિવિધ પ્રકારની પાર્ટીઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ સતત રાજ્યમાંથી મોટાપાયે ડ્રગ્સનો જથ્થો પણ પકડાઇ રહ્યો છે. જેને કારણે યુવાધન બરબાદ થઇ રહ્યું છે. મોટા શહેરોમાં જ્યારે વૈભવી પાર્ટીઓનું આયોજન થતું હોય છે. ડ્રગ્સ અને દારૂની રેલમછેલ ઉડતી હોય છે. 

ત્યારે રંગીલા રાજકોટમાં આવેલી ખ્યાતનામ વૈભવી હોટલના એક અઠવાડિયા રૂમ બુક કરાવી ગત શુક્રવારે રાતે એક રૂમમાં મધરાતે સ્વરૂપવાન યુવતીના ન્યૂડ ડાન્સનું આયોજન કર્યું હતું. ન્યૂડ પાર્ટીનો વિડીયો વાયરલ થતાં શહેરમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. 

હોટલના રૂમની બારીમાંથી દેખાતા દ્વશ્યોમાં યુવતી નિવસ્ત્ર થઇને સંગીતના તાલે ઝૂમી રહી છે. લોકમુખે ચર્ચાઇ રહ્યું છે આ યુવતી એક જાણિતી ટીવી શોની અભિનેત્રી છે. જોકે તેનો ચહેરો સ્પષ્ટ દેખાતો નથી. 

આ વીડિયો વાયરલ થતાં પોલીસ દોડતી થઇ ગઇ છે. વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ડીસીપી મનોહરસિંહ જાડેજા દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. 

પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે કે આ પાર્ટીનું આયોજન ક્યારે અને કોના દ્વારા કરવામાં આવ્યું? આ પાર્ટીમાં કોણ કોણ સામેલ હતા. 

હોટલની બહારથી ઉતારવામાં આવેલા આ વીડિયો હોટલનું એલિવેશન જોતાં તે કોઇ વૈભવી હોટલ હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે કે આ પાર્ટી એક અઠવાડિયા પહેલાં યોજાઇ રહી હતી. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link