અવેરનેસ પ્રોગ્રામ : હેલમેટ પહેરનારને રાજકોટ પોલીસે ગણપતિ બાપ્પા બનીને ખવડાવ્યા લાડુ
રાજકોટ શહેર પોલીસ દ્વારા ટ્રાફિક અવેરનેસ અંગે અનોખો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. રાજકોટ જિલ્લા પંચાયત ચોક ખાતે ટ્રાફિક પોલીસની ટીમ ઉભી હતી. જેઓ હેલ્મેટ પહેરી વાહન ચલાવતા લોકોને લાડુ ખવડાવતા હતા, અને બાદમાં સન્માનિત કરતા હતા. શહેર પોલીસનો આ અવેરનેસ કાર્યક્રમ એટલા માટે ખાસ બની રહ્યો હતો કે, પોલીસ જવાન ગણેશ ભગવાનના વેશમાં જોવા મળ્યા હતા. ગણેશ ભગવાનનો મુખવટો પહેરીને તેઓ પ્રસાદરૂપે લાડુ આપતા હતા.
રાજકોટ પોલીસની આ પહેલને રાજકોટવાસીઓએ પણ બિરદાવી હતી. રસ્તા પર ઉભા રહીને લાડુ ખાવાનો આનંદ લોકોએ માણ્યો હતો.