ભયંકર વરસાદે ગુજરાતના સૌથી રંગીલા શહેરને રમણભમણ કરી દીધું! જુઓ ખૌફનાક તસવીરો

Wed, 28 Aug 2024-3:18 pm,

Rainfall in Rajkot: અમે વાત કરી રહ્યાં છીએ રંગીલા રાજકોટની. છેલ્લાં બે દિવસથી સતત વરસી રહેલાં વરસાદને કારણે રાજકોટ જળબંબાકાર થઈ ગયું છે. વાહન વ્યવહારને પણ માઠી અસર થઈ. બસો બંધ થઈ. શાળાઓમાં પણ આવતીકાલે બંધ પાડવાનો આદેશ કરાયો. જોઈલો, વરસાદમાં રમણભમણ થયેલાં રંગીલા રાજકોટની ખૌફનાક તસવીરો...

રાજકોટ સહિત આજે પણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સતત બે દિવસથી વરસી રહેલાં અનરાધાર વરસાદને પગલે રાજકોટમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. વાહન વ્યવહાર પણ ઠપ્પ થઈ ગયો છે.

રાજકોટમાં અનેક જગ્યાએ લોકો વરસાદી પાણીમાં ફસાયા હોવાની ઘટનાઓ સામે આવી છે. જેમને બચાવવા માટે એનડ઼ીઆરએફની ટુકડીઓ કામે લાગી છે.

રાજકોટમાં બીઆરટીએસ રૂટ જાણે સ્વિમિંગ પૂલ બની ગયો હોય તેવી સ્થિતિ સર્જાઇ હતી. વાહનચાલકો હેરાન પરેશાન થઇ ગયા છે. લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. હાલમાં તંત્રએ પાણી ઉતરતાં જ કામગીરી શરૂ કરી છે. 

રાજકોટમાં જન્માષ્ટમીના દિવસે સવારથી મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. સતત વરસાદના કારણે માધાપર ચોકડીમાં નદી વહેતી હોય તેવા દ્વશ્યો સર્જાયા હતા. ગઈકાલે રાતે પણ રાજકોટમાં વરસાદ વરસ્યો છે. એસબીઆઈની એક શાખાના લોકરમાં પાણી ઘૂસી ગયા હતા.

રાજકોટ શહેરમાં મોટાભાગના એરિયામાં પાણી ભરાયા છે. સૌરાષ્ટ્ર સૌથી મોટા ગણાતા રાજકોટના મેળાને બંધ રાખવાની ફરજ પડી છે.

માત્ર રાજકોટ શહેર જ નહી પરતું હાઇવે રસ્તા પર જળમગ્ન થયા છે. રાજકોટ અમદાવાદ હાઈવે પર પાણી ભરાયા હતા. રાજકોટ અમદાવાદ હાઈવે પર ખાડા પડતાં રાઘવજી પટેલે કહ્યું હતું કે તંત્રને સૂચના અપાઈ ગઈ છે. રાજકોટ શહેરમાં સૌથી વધુ જંગલેશ્વર, પોપટપરા, બેડીપરા, રેલનગર સહિતના વિસ્તારો અસરગ્રસ્ત થયા છે.  

રાજકોટ મહાનગરપાલિકા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીઝ દ્વારા વર્ષ ૧૯૨૧ થી ૨૦૨૩ સુધીના ૧૦૨ વર્ષમાં શહેરમાં પડેલા સરેરાશ વરસાદના આંકડા જારી કરાયા છે. જે પૈકી સૌથી વધુ વરસાદ વર્ષ ૨૦૧૯ માં ૬૪.૨૮ ઇંચ વરસાદ નોંધાયો હતો જ્યારે સૌથી ઓછો વરસાદ વર્ષ ૧૯૩૯ મા ફક્ત ૬ ઈંચ વરસાદ પડ્યો હતો. 

છેલ્લા 24 કલાકમાં સતત 10 ઇંચ વરસાદને પગલે ઠેર ઠેર કેડ સમા પાણી ભરાઈ ગયા છે. રસ્તાઓ પણ પાણીમાં ડૂબી ગયા છે. નોકરિયાત લોકો અને ધંધાર્થીઓ માટે તેમના ગંતવ્ય સ્થળ સુધી પહોંચવું પણ મુશ્કેલ થઈ ગયું છે. લોકોને બચાવવા માટે એનડીઆરએફની ટીમોએ ભારે જહેમત ઉઠાવી હતી.

ગુજરાતમાં ત્રણ ત્રણ સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થઈ જવાને પગલે ભારે વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદ અને રાજકોટમાં પણ ભારે વરસાદને પગલે આફત સર્જતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ છે. ડેમ ઓવરફ્લો થવા લાગ્યા છે. 

 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link