મિલકત માટે ઝઘડતો રાજકોટનો રાજપરિવાર રહે છે આ ભવ્ય મહેલમાં, આખુ શહેર આળોટી શકે તેવા 100 રૂમ છે

Sat, 28 Aug 2021-11:41 am,

ગુજરાતનો આ એવો પેલેસ છે, જેના બાંધવાનો વિચાર દુષ્કાળ સાથે જોડાયેલો છે. 1877 માં ભીષણ દુષ્કાળ પડ્યો હતો, ત્યારે લોકોને રોજીરોટી આપવા માટે આ પેલેસ બાંધવાનો વિચાર કરાયો હતો. 

આ પેલેસ રાજકોટના રાજપરિવારનુ નિવાસસ્થાન છે. 6 એકરમાં ફેલાયેલા આ પેલેસમાં 100 થી વધુ રૂમ આવેલા છે, તેમજ 3 જેટલા તો સ્વીમિંગ પુલ છે. 

રાજકોટના રાજવી પરિવારના મિલ્કતનો વિવાદ હવે કોર્ટ સુધી પહોંચી ગયો છે. માધાપર અને સરધારની રૂ.1500 કરોડની મિલ્કત અંગે રાજવી પરિવારમાં કાનૂની જંગ શરૂ થઈ છે.રાજકોટના 17માં ઠાકોર માંધાતાસિંહ જાડેજાએ મિલ્કતમાંથી રાજમાતા અને બહેનનો હક્ક કઢાવી નાંખતા કોર્ટમાં વાંધા અરજી થઈ છે. ઝાંસીમાં રહેતા રાજકુમારી અંબાલિકાદેવી પુષ્પેન્દ્રસિંહ બૂંદેલાએ સ્વ.મનોહરસિંહ જાડેજા(દાદા)ની વસિયત શંકાસ્પદ ગણાવી કોર્ટમાં દાદ માંગી છે. તેમાં તેમણે કહ્યું છે કે, વડીલો પાર્જીત મિલ્કતોમાં વિલ ન બની શકે તેવો કોર્ટમાં તર્ક રજૂ કર્યો છે. જોકે આ પહેલા રાજકોટ શહેર 1 પ્રાંત અધિકારીએ રાજવી માંધાતાસિંહ જાડેજાને મિલ્કત અંગે લપડાક મારી છે અને રાજકુમારી અંબાલિકાદેવી તરફે ચુકાદો આપ્યો છે. તેમાં પણ આખરી ચુકાદો કોર્ટનો માન્ય રહેશે તેવી નોંધ કરી છે. આગામી 31 ઓગષ્ટના રાજકોટની સેસન્સ કોર્ટમાં આ કેસ અંગે હિયરિંગ થશે.

કોઈ પણ વ્યક્તિને સ્વપાર્જીત મિલ્કતોનું વિલ કરવાનો હક્ક છે. પરંતુ વડિલોપાર્જીત મિલ્કતોમાં તમામ વારસોનો સમાન હક્ક લાગે છે. જેથી પૂર્વજોની મિલ્કતોનું વિલ કરવાનો હક્ક સ્વ. મનોહરસિંહ જાડેજા(દાદા)ને પણ નથી એ મતલબની દલીલ સાથે એ વસિયતને જ પડકારીને પેલેસ રોડ પર આવેલ રાજમહેલના રાચરચિલા, વિન્ટેજ કાર, ચાંદીના રથ, હથિયારો, આભૂષણો, ગાદલા-ગોદળા સહિતની વસ્તુમાં હિસ્સો માંગવામાં આવ્યો છે.

રાજકોટના માધાપર વિડી તરીકે ઓળખાતી 700 એકર થી વધુ જમીનનો એગ્રીકલ્ચર લેન્ડ સિલિંગ એક્ટ હેઠળ કેસ ચાલતો હતો. જેમાં ભૂતપૂર્વ અધિકારીએ ખોટી રીતે કે વધુ પડતા યુનિટ ગણીને મળવાપાત્ર કરતા વધારે જમીન રાજવી પરિવારના નામે આપ્યાની શંકા જતા એ હુકમ સામે સરકાર પક્ષે અપીલ દાખલ કરાવી છે. આ કેસ હજુ રાજકોટ શહેર 1 પ્રાંત અધિકારી સમક્ષ પેન્ડિંગ છે અને કેટલી જમીન ફાળવાય છે એ સમય જતાં સ્પષ્ટ થશે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link