આ મહિલાએ પુત્રના જન્મદિવસ કરતાં પણ ભવ્ય અને અનોખી રીતે ઉજવ્યો શ્વાનનો Birth Day

Wed, 07 Apr 2021-3:05 pm,

રાજકોટ મહાનગરપાલિકામાં સ્નાનાગાર શાખામાં મહિલા સ્વીમીંગ કોચ તરીકે ફરજ બજાવતા અને જીવદયા પ્રેમી અવનીબેન સાવલિયા દ્વારા તેમના પાલતું શ્વાનના સાત(૭)માં જન્મદિવસ અનોખી પ્રેરણામય ઉજવણી કરવામાં આવી હતી. અવનીબેન રાજકોટનાં તંતી પાર્કમાં રહે છે. 

નાનપણ થી જ ખુબ હોંશીયાર અને લાગણીશીલ પ્રેમાળ સ્વભાવ ધરાવે છે. અબોલ પશુ અને પક્ષીઓ માટે અવાર નવાર સેવા કરતા હોય છે. આજે તેનાં પાલતું શ્વાનનાં જન્મ દિવસની અનોખી ઉજવણી કરતા આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. 

અવનીબેન સાવલિયાએ શ્વાનનાં જન્મદિવસ નિમિતે ઉનાળાની કાળઝાળ ગરમીમાં સૌ કોઈ પોતાના ઘરની અગાસી પર પાણીના કુંડા મુકતા થાય તે માટે વિનામૂલ્યે પક્ષીઓના પીવાના પાણીના કુંડાનું વિતરણ અને પક્ષીઓના માળાનું વિતરણ કર્યું હતું.   

લોકોમાં સારા સંસ્કારોનું નિર્માણ થાય ધર્મ ભાવના વધે તેવા શુભાષયથી શ્રીમદ ભાગવત ગીતાનું વિતરણ પણ કરેલ. સાથોસાથ પોતે શ્વાન પાળેલ છે તેના સાતમાં જન્મદિવસ નિમિતે પાલતુ પ્રાણીઓના કલ્યાણ માટે શાંતિ હવન કરેલ હતો. 

આમ નાની વયે ઉમદા વિચારો ધરાવતી દીકરી અવનીએ અબોલ જીવના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી સમાજને નવી રાહ ચીંધેલ છે. સંપૂર્ણ આયોજનમાં પોતાના ધર્મપરાયણ સેવાભાવી માનવતાવાદી માતા રંજનબેન સાવલીયા શુભાષીશના અને સહયોગ મળેલ હતો.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link