Raju Srivastav Death: છેલ્લા શ્વાસ સુધી રાજુ શ્રીવાસ્તવને એક પ્રિય વ્યક્તિના અવાજે આપ્યુ હતું નવુ જીવન, પરંતું...
Raju Srivastav News :1993 થી દેશભરમાં કોમેડી પિરસતા રાજુ શ્રીવાસ્તવ હવે આપણી વચ્ચે નથી રહ્યાં. ગત 10 ઓગસ્ટથી તેઓ કાર્ડિયાક એરેસ્ટ આવવાને કારણે હોસ્પિટલમાં ભરતી હતી. જ્યાં લાંબી સારવાર બાદ તેમણે આજે અંતિમ શ્વાસ લીધા છે. તેમનો જીવન-મરણ વચ્ચેનો સંઘર્ષ બહુ લાંબો ચાલ્યો, અને અંતે તેઓ આ જંગ હારી ગયા. લગભગ 30 વર્ષોની સફરમાં રાજુ શ્રીવાસ્તવે કોમેડીની નવી પરિભાષા આપી હતી. રાજુએ અનેક શો કર્યા હતા, તેમણે ફિલ્મોમાં પણ કામ કર્યુ હતું. તો તેમના સ્ટેજ શોમા લોકો હસી હસીને પાગલ થઈ જતા હતા. પરંતુ તેમને જીવનના અંતમ સફરમાં અમિતાભ બચ્ચનનો અવાજ સંભળાયો હતો. આવુ કેમ થયુ હતું તે જાણીએ.
હકીકતમાં રાજુ શ્રીવાસ્તવ અમિતાભ બચ્ચનને પોતાના આદર્શ માનતા હતા. સારવાર દરમિયાન જ્યારે તેમના પર દવાની અસર ઓછી થવા લાગી, તો રાજુ શ્રીવાસ્તવે રિસ્પોન્ડ કરવાનું ઓછુ કરી દીધુ હતું. આવામાં ડોક્ટરોએ સલાહ આપી હતી કે, તેઓ કોઈ પ્રિય વ્યક્તિનો અવાજ સાંભળશે તો કદાચ રિસ્પોન્સ કરી શકશે.
ડોક્ટરની સલાહ પર રાજુ શ્રીવાસ્તવના પરિવારે અમિતાભ બચ્ચનને અપીલ કરી હતી કે, તેઓ રાજુ માટે મેસેજ બોલીને મોકલે. જેથી રાજુ તે સાંભળે.
આ બાદ બિગબીએ પોતાનો ઓડિયો મેસેજ રાજુના પરિવારને મોકલ્યો હતો. વોઈસ મેસેજમાં બિગબીએ રાજુને જલ્દી સાજા થવાની શુભેચ્છા પાઠવી હતી.
તેમણે મેસેજમાં કહ્યુ હતું કે, રાજુ ઉઠો, બસ બહે બહુ થયું. હજી બહુ કામ કરવાનું બાકી છે.
પીએમ મોદી, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, ગૃહમંત્રી અમિત શાહ, બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા સહિત અનેક નેતાઓએ રાજુ શ્રીવાસ્તવના નિધન પર શોક વ્યક્ત કર્યો. પીએમ મોદીએ લખ્યું કે, રાજુ શ્રીવાસ્તવે આપણી જિંદગી હાસ્ય અને સકારાત્મકતાથી રોશન કરી છે. તેઓ જલ્દી જતા રહ્યા, પરંતુ તેઓ પોતાના શાનદાર કામને કારણે અગણિત લોકોના દિલમાં જીવંત રહેશે. તેમનુ જવુ દુખદ છે. તેમના ચાહકો અને પરિવાર પ્રતિ મારી સંવેદના છે. ઓમ શાંતિ.