શિવભક્તોની શ્રાવણ માસની પૂજા રહી અધૂરી! સ્વયંભૂ રખોડેશ્વર મહાદેવે લીધી જળ સમાધિ
ભારે વરસાદમાં અરવલ્લીના માલપુરનું સ્વયંભૂ રખોડેશ્વર મહાદેવે લીધી જળ સમાધિ હતી. વાત્રક નદીના કિનારે પૌરાણિક રખોડેશ્વર મહાદેવ આવેલું છે. વાત્રક ડેમ ઓવરફ્લો થતા રખોડેશ્વર મહાદેવ મંદિરમાં પાણી ભરાયા હતા. પાણી એટલી હદે ભરાયા કે મહાદેવનું મંદિર પાણીમાં ગરકાવ થયુ હતુ.
જળમગ્ન મહાદેવના આહલાદક આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં ડ્રોને નદી દ્વારા મંદિરને કરવામાં આવતા જળાઅભિષેકને કેમેરામાં કેદ કર્યો હતો. હાલ મહાદેવ મંદિર આસપાસ એક કિલોમીટર સુધી પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યુ છે. ત્યારે ગ્રામજનોના જણાવ્યુ મુજબ જ્યારે વાત્રક ડેમ ભરાય ત્યારે 6 મહિના સુધી મહાદેવ જળમગ્ન રહે છે.
વાત્રક નદીના કિનારે પૌરાણિક રખોડેશ્વર મહાદેવ આવેલું છે. વાત્રક ડેમ ઓવરફ્લો થતા નદી ચારેકોર ભરાઈ ગઈ છે. તેથી વાત્રક નદી જાણે સામેથી મહાદેવને અભિષેક માટે આવી હોય તેવું લાગી રહ્યું છે. જળમગ્ન મહાદેવના આહલાદક આકાશી દ્રશ્યો સામે આવ્યા છે.
મહાદેવ મંદિર આસપાસ એક કિલોમીટર સુધી પાણીનું સામ્રાજ્ય છવાયેલું છે. જોકે, આવતીકાલે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર છે, ત્યારે શિવભક્તોની શ્રાવણ માસની પૂજા અધૂરી રહી ગઈ. વાત્રક ડેમ ભરાય ત્યારે 6 મહિના સુધી મહાદેવ જળમગ્ન રહે છે.