આજે રક્ષાબંધનમાં રાખડી બાંધવાના એક નહિ ત્રણ મુહૂર્ત છે, આ સમય છે સર્વશ્રેષ્ઠ
હિન્દુ ધર્મમાં ભાઈ-બહેન માટે સૌથી પવિત્ર ગણાતો તહેવાર એટલે રક્ષાબંધન.. આજે રક્ષાબંધન પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે.. કહેવાય છેકે, ભાઈ અને બહેનના પ્રેમમાં કોઈ મૂહુર્ત જોવાનું હોતું નથી પરંતુ, આ વખતે રક્ષાબંધનના દિવસે સમગ્ર દિવસ દરમિયાન ભદ્રા હોવાથી મૂહુર્તમાં લોકોને અસમંજસ છે.. લોકો અવઢવમાં છેકે, રાખડી બાંધવાનું યોગ્ય મૂહુર્ત કયું છે..
પરંતુ, આજે સવારે 10.59 થી શ્રાવણ સુદ પૂનમ શરૂ થાય છે.. એટલે કે, સવારે 11.06થી 12.40 વાગ્યા સુધી બહેન ભાઈને રાખડી બાંધી શકે છે.. આ સિવાય સાંજના સમયે 16.52 એટલે કે 4.52થી 18.58 એટલે કે 6.58 વાગ્યા સુધી રાખડી બાંધી શકાય છે.. સામાન્ય રીતે તો સૂર્યાસ્ત સુધી જ રાખડી બાંધી શકાય છે પરંતુ જો એવું ના થાય તો ખાસ સંજોગોમાં રાતના 8.24થી 10.46 વાગ્યા સુધી રાખડી બાંધી શકાય છે..
સવારે 11.06 વાગ્યાથી 12.40 વાગ્યા સુધી સાંજે 4.52થી 6.58 વાગ્યા સુધી રાત્રે 8.24થી 10.46 વાગ્યા સુધી