આજે રક્ષાબંધન...આજથી બુલંદ થશે આ 3 રાશિવાળાના ભાગ્યનો સિતારો, ભોલેનાથ-ચંદ્રદેવ કરાવશે બંપર ધનલાભ!
હિન્દુ પંચાંગ મુજબ આ વર્ષે રક્ષાબંધનનું પર્વ 19 ઓગસ્ટ 2024ના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત બપોર બાદ 1.46થી લઈને 4.19 મિનિટ સુધી છે. રક્ષાબંધનનો તહેવાર આ વખતે ખુબ ખાસ છે. કારણ કે આ દિવસે અનેક શુભ યોગનું નિર્માણ થઈ રહ્યું છે. આ સિવાય એક તો શ્રાવણ મહિનો અને એમા પણ ભગવાન શિવને પ્રિય એવો સોમવાર. આ સાથે જ પૂર્ણિમા અને સોમવાર પણ એક સાથે છે. મહાદેવ અને ચંદ્રદેવની કૃપાથી 3 રાશિવાળાનું ભાગ્ય ચમકી શકે છે. જાણો આ 3 લકી રાશિઓ વિશે....
તમારા વિચારમાં સકારાત્મક ફેરફાર આવશે. વિદ્યાર્થીઓને હાયર એજ્યુકેશનની શાનદાર તક મળી શકે છે. સારી સંસ્થા કે કોલેજમાં એડમિશનના યોગ છે. વેપારમાં નવું પગલું ભરવા માટે યોગ્ય સમય છે. બેરોજગારોને ધન કમાવવાની અનેક નવી તકો મળશે. પ્રાઈવેટ નોકરીયાત લોકોની આવકમાં વધારો થશે. સ્થાન પરિવર્તનના યોગ બની રહ્યા છે. તમને કરજમુક્તિ મળી શકે છે. લગ્ન લાઈફ ખુશનુમા રહેશે.
વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસમાં વધારો થશે. નોકરીયાતોના ઓફિસમાં કલીગ સાથે સંબંધ મજબૂત થશે. તમે પરિવાર સાથે વિદેશ મુસાફરી કરી શકો છો. જે સુખદ રહેશે. વેપારીઓને વેપારમાં નવી નવી તકો મળશે. રાજકારણ સાથે જોડાયેલા લોકોને સત્તામાં નવું પદ મળવાની શક્યતા છે. કોઈ ગંભીર બીમારીમાંથી છૂટકારો મળશે. મન પ્રસન્ન રહેશે. દાંપત્ય જીવન ખુશીઓથી ભરપૂર રહેશે. સિંગલ લોકો માટે નવા સંબંધ બની શકે છે.
નોકરી બદલવા માટે ઈચ્છુક જાતકોને કોઈ મોટી કંપનીમાં કામ કરવાની તક મળી શકે છે. વેપારીઓના રાજકારણ સાથે જોડાયેલા પ્રભાવશાળી લોકો સાથે સંપર્ક વધવાના યોગ છે. લાભનો માર્જિન વધશે, વેપાર વિસ્તાર થવાના યોગ છે. પૈતૃક સંપત્તિ અંગે ચાલી રહેલા વિવાદનો ઉકેલ આવે તેવા યોગ છે. ભાઈ સાથે મતભેદ દૂર થાય તેવા યોગ છે. પિતા તરફથી ધનલાભ થઈ શકે છે. પરિવારમાં માહોલ શુકુનભર્યો રહેશે.
અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.