`એક્શનથી ભરપૂર અને બોલ્ડનેસનો ખજાનો`, લોકોને શિયાળામાં પણ ગરમી છોડાવવા આવી રહી છે `લડકી`
રામ ગોપાલ વર્માની આ ફિલ્મ ક્યાંકને ક્યાંક સાબિતી આપે છે કે માર્શલ આર્ટ અને સિનેમાએ ભારત અને ચીનને ફરીથી જોડી નાંખ્યું છે.
ફિલ્મનું ટ્રેલર શેર કરતા રામ ગોપાલ વર્માએ લખ્યું, જેવી રીતે સરકાર ધ ગોડફાધરને મારી શ્રદ્ધાંજલિ હતી, તેમ પૂજા ભાલેકર અભિનીત 'લડકી - એન્ટર ધ ગર્લ ડ્રેગન' એ ઇતિહાસની સૌથી મોટી માર્શલ આર્ટ ફિલ્મ 'એન્ટર ધ ડ્રેગન'ને મારી શ્રદ્ધાંજલિ છે.
તેમણે ફિલ્મનું ટાઈટલને બ્રૂસ લીની સુપરહિટ ફિલ્મ એન્ટર ધ ડ્રેગન (Enter The Dragon) ની સાથે કનેક્ટ કરવાની કોશિશ કરી છે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યું છે અને તેને સારામાં સારો રિસ્પોન્સ મળી રહ્યો છે.
ભારત અને ચીનની વચ્ચે ગલવાન યુદ્ધ પછી ચીનમાં રિલીઝ થનાર આ પહેલી ભારતીય ફિલ્મ હશે. ફિલ્મનું પુરું નામ રામ ગોપાલ વર્મા Pooja Bhalekar)એ લડકી- એન્ટર ધ ડ્રેગન રાખવામાં આવ્યું છે.
પૂજા ભાલેકર એક જાણીતી માર્શલ આર્ટિસ્ટ છે અને તે આ ફિલ્મમાં બોલ્ડનેસની સાથે સાથે જબરદસ્ત એક્શનનો તડકો લગાવતી જોવા મળી રહી છે. ફિલ્મનું પોસ્ટર આ વાતનું સ્પષ્ટ પુરાવો છે.
ફિલ્મના પોસ્ટરમાં પૂજા ભાલેકર ઘણી બોલ્ડ અવતારમાં નજરે પડી રહી છે. રામ ગોપાલ વર્માએ (Ram Gopal Varma) આ ફિલ્મને બ્રૂસ લી (Bruce Lee) પ્રત્યે શ્રદ્ધાંજલિ ગણાવી છે.