લક્ષદ્વીપ બાદ બીજી અદભુત જગ્યાએ પહોંચ્યા PM મોદી, લોકો પૂછી રહ્યાં છે આ કઈ જગ્યા છે?
દંતકથા અનુસાર, અરિચલ મુનાઈ પોઈન્ટ એ સ્થાન છે જ્યાં ભગવાન શ્રી રામે રાવણને હરાવવા માટે શપથ લીધા હતા અને અહીંથી રામ સેતુનું નિર્માણ થયું હતું.
રામ મંદિરના અભિષેક પહેલા પીએમ મોદી દક્ષિણ ભારતના બે દિવસના પ્રવાસે છે. રવિવારે તેઓ ધનુષકોડી પાસે અરિચલ મુનાઈ પોઈન્ટ પહોંચ્યા અને પ્રાર્થના કરી. તમને જણાવી દઈએ કે અરિચલ મુનાઈ પોઈન્ટ એ જગ્યા છે જ્યાં રામ સેતુ બનાવવામાં આવ્યો હતો.
ધનુષકોડી વિશે અલગ અલગ કહાનીઓ પ્રચલિત છે. એવું પણ માનવામાં આવે છેકે, આ એજ જગ્યા છે જ્યાં પહેલીવાર ભગવાન શ્રી રામ વિભીષણને મળ્યા હતાં.
એવી પણ માન્યતા છેકે, આ જ જગ્યા પર ભગવાન શ્રી રામે વિભીષણનો રાજ્યાભિષેક કર્યો હતો.
ધનુષકોડી એજ જગ્યા છે જ્યાંથી રામસેતુના નિર્માણનો પ્રારંભ થયો હતો. જ્યાંથી ભગવાન શ્રી રામ લંકાથી માતા સીતાને પરત લાવવા અહીંથી જ આગળ વધ્યાં હતાં.