રામવિલાસ પાસવાનને DSP બનવાની હતી ઈચ્છા...રાજકારણમાં આવ્યા તો બનાવી નાખ્યો વર્લ્ડ રેકોર્ડ

Fri, 09 Oct 2020-8:10 am,

વર્ષ 1969માં પહેલીવાર બિહાર વિધાનસભાના સભ્ય બન્યા હતાં. પરંતુ વર્ષ 1977માં છઠ્ઠી લોકસભા ચૂંટણીમાં તેમણે ભારે બહુમતથી જીત મેળવીને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું. તેમણે હાજીપુરથી ચૂંટણી લડતા સૌથી વધુ 4,424,545 મતોના અંતરથી પોતાના હરિફને હરાવ્યા હતાં. ત્યારબાદ 1980-84માં સાતમી લોકસભા (બીજો કાર્યકાળ) લોકદળના નેતા તરીકે ચૂંટાયા હતાં. 

1969માં પહેલીવાર પાસવાન બિહારની રાજ્યસભા ચૂંટણીમાં સંયુક્ત સોશિયલીસ્ટ પાર્ટીના ઉમેદવાર ચૂંટાયા હતા. અત્રે જણાવવાનું કે રામવિલાસ પાસવાનની ઈચ્છા તો એક સમયે ડેપ્યુટી સુપ્રીટેન્ડેન્ટ ઓફ પોલીસ એટલે કે ડીએસપી બનવાની હતી. પરંતુ રાજકારણ તેમને જનતા વચ્ચે ખેંચી લાવ્યું. અને તેઓ એક લોકપ્રિય નેતા બની ગયા. માત્ર બિહાર નહીં પરંતુ સમગ્ર દેશમાં સ્થાપિત થઈ ગયા. 

વર્ષ 1977ની રેકોર્ડ જીત બાદ રામવિલાસ પાસવાનને 1980 અને 1989ની લોકસભા ચૂંટણીમાં જીત મળી અને ત્યારબાદ તેઓ કેન્દ્ર સરકારમાં મંત્રી બની ગયા. અનેક વર્ષો સુધી અલગ અલગ સરકારોમાં પાસવાન રેલમંત્રીથી લઈને દૂરસંચાર અને કોલસા મંત્રાલય સુધીની જવાબદારી સંભાળી. આ બધા વચ્ચે ભાજપ, કોંગ્રેસ, આરજેડી અને જેડીયુ સાથે અનેક ગઠબંધનોમાં રહ્યાં અને કેન્દ્ર સરકારમાં મંત્રી રહ્યા. પાસવાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી બંને સરકારમાં ખાદ્ય અને ઉપભોક્તા મામલાના મંત્રી રહ્યા.

રામવિલાસ પાસવાને ગોધરા રમખાણો બાદ તત્કાલિન અટલ બિહારી વાજપેયી સરકારમાં મંત્રી પદ છોડીને એનડીએ સાથે નાતો તોડ્યો હતો. ત્યારબાદ કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએમાં સામેલ થયા અને મનમોહન સિંહ કેબિનેટમાં બે વાર મંત્રી રહ્યા. 2014માં પાસવાન ફરીથી એકવાર યુપીએ છોડીને એનડીએમાં આવી ગયા. છ પ્રધાનમંત્રીઓ સાથે કામ કરીને અનોખો રેકોર્ડ બનાવનારા પાસવાનને મજાકીયા અંદાજમાં આરજેડી અધ્યક્ષ લાલુપ્રસાદ યાદવે એકવાર રાજકારણના હવામાન વૈજ્ઞાનિક ગણાવ્યા હતાં. ત્યારબાદ તેઓ આ નામથી ચર્ચિત થઈ ગયા હતાં. 

રામવિલાસ પાસવાન દેશના સૌથી અનુભવી નેતાઓમાંથી એક ગણાતા હતા. તેમની પાસે 5 દાયકાથી પણ વધુનો સંસદીય અનુભવ હતો જેમાંથી 9 વખત લોકસભા અને બે વાર રાજ્યસભા સાંસદ રહ્યાં. રામવિલાસ પાસવાન ભારતના રાજકારણના એવા નેતા ગણતા હતાં જે બહુ જલદી સમય કઈ બાજુ દોડી રહ્યો છે તે ઓળખી લેતા હતાં. 

રામ વિલાસ પાસવાનના પરિવારમાં તેમને ત્રણ પુત્રીઓ અને એક પુત્ર છે. ચિરાગ પાસવાને એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેમના પિતાએ જ તેમને રાજકારણની આંટીઘૂંટી શીખવાડી છે પરંતુ ક્યારેય તેમણે પુત્ર પર રાજકારણમાં આવવા માટે દબાણ કર્યુ નથી. 

પીએમ મોદીએ રામવિલાસ પાસવાનના નિધન પર શોક વ્યક્તક કરતા કહ્યું કે તેમના નિધનથી એક એવું ખાલીપણું પેદા થયું છે જે કદાચ ક્યારેય ભરી શકાશે નહીં. દુ:ખ જાહેર કરવા માટે મારી પાસે શબ્દ નથી. રામવિલાસ પાસવાનજીનું નિધન મારી અંગત ક્ષતિ છે. મેં મારા એક મિત્ર, બહુમૂલ્ય સહયોગી અને એક એવું વ્યક્તિત્વ ગુમાવ્યા જે દરેક ગરીબ વ્યક્તિને સન્માનનું જીવન સુનિશ્ચિત કરવા અંગે ખુબ ભાવુક હતા. 

કેન્દ્ર સરકારે તેમના સન્માનમાં આજે સમગ્ર દેશમાં રાજકીય શોકની જાહેરાત કરી છે. આ દરમિયાન દેશની તમામ સરકારી ઈમારતો પર તિરંગો અડધી કાઠીએ ફરકશે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link