Arvind Trivedi Birthday: રામાયણના શુટિંગના દિવસોમાં એક ખાસ કારણસર ઉપવાસ કરતા હતા `રાવણ`

Sun, 08 Nov 2020-10:57 am,

અરવિંદ ત્રિવેદીએ BBCને આપેલા એક ઈન્ટરવ્યુમાં આ પાત્રને મેળવવાની કહાની પોતે જણાવી હતી. તમને જાણીને આશ્ચર્ય થશે કે રાવણ બનીને દુનિયાભરમાં જાણીતા થયેલા અરવિંદ ત્રિવેદીએ કેવટની ભૂમિકા ભજવવા માટે ઓડિશનમાં ભાગ લીધો હતો. અરવિંદ ત્રિવેદી મધ્ય પ્રદેશના ઈન્દોર શહેરથી છે. પરંતુ તેઓ ગુજરાતી સિનેમા અને થિયેટરમાં ખુબ એક્ટિવ હતા. તેમણે પોતાની કરિયરમાં 250થી વધુ ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે. તેમણે જણાવ્યું કે જ્યારે તેમને ખબર પડી કે રામાનંદ સાગર રામાયણ બનાવી રહ્યા છે અને જોરશોરથી કાસ્ટિંગ કરે છે તો તેઓ ઓડિશન આપવા માટે ગુજરાતથી મુંબઈ આવ્યા હતા. રામાયણમાં તેઓ કેવટની ભૂમિકા ભજવવા માંગતા હતા. 

આ ઈન્ટરવ્યુમાં જ અરવિંદ ત્રિવેદીએ જણાવ્યું હતું કે કાસ્ટિંગ કરનારી ટીમમાં મોટાભાગના લોકો ઈચ્છતા હતા કે આ સિરિયલમાં રાવણની ભૂમિકા અમરિશ પુરી ભજવે. પરંતુ જ્યારે મે કેવટની ભૂમિકા માટે ઓડિશન આપ્યું અને જ્યારે હું જવા લાગ્યો તો મારી બોડી લેન્ગવેજ અને એટિટ્યૂડ જોઈને રામાનંદ સાગરજીએ કહ્યું કે 'મને મારો રાવણ મળી ગયો.'

અરવિંદ ત્રિવેદી જણાવે છે કે રાવણના રૂપમાં આવવું તેમના માટે સરળ નહતું. તેમણે જણાવ્યું કે શુટિંગ માટે તૈયાર થવામાં તેમને 5 કલાકનો સમય લાગતો હતો. તેમના કોસ્ટ્યૂમ અંગે વાત કરીએ તો તે એટલા ભારે ભરખમ હતા કે મુગટ જ માત્ર 10 કિલોનો રહેતો હતો અને તેના પર તેમણે અન્ય અનેક આભૂષણ અને ભારે ભરખમ વસ્ત્રો પણ પહેરવાના રહેતા હતા. 

અરવિંદ ત્રિવેદીએ વાતચીતમાં જણાવ્યું હતું કે જ્યારે તેઓ આ ભૂમિકા ભજવી રહ્યા હતાં ત્યારે તેમની પાસે સંસાધન એટલા નહતા. તેઓએ જણાવ્યું હતું કે 'રામાયણનું શુટિંગ ગુજરાત-મહારાષ્ટ્રની બોર્ડર પર આવેલા ઉમરગામમાં થતું હતું. હું હંમેશા મુંબઈથી ટ્રેન પકડીને ઉમરગામ જતો હતો. ટ્રેનમાં સીટ નહતી મળતી આથી ઊભા ઊભા જવું પડતું હતું. પરંતુ જ્યારે ટીવી પર સિરિયલ આવવા લાગી તો લોકો મને ટ્રેનમાં બેસવા માટે સીટ આપવા માંડ્યા અને પૂછતા હતા કે હવે સિરિયલમાં આગળ શું થશે. હું બસ હસીને કહી દેતો કે તમે આ જ રીતે સિરિયલ જુઓ, ખબર પડી જશે.'

રામાયણની શુટિંગના દિવસો અંગે વાત કરીએ તો અરવિંદ જણાવે છે કે તેઓ અસલ જીવનમાં ભગવાન રામ અને ભગવાન શિવના ભક્ત છે. આથી તેઓ જ્યારે પણ શુટિંગ પર જતા હતા ત્યારે ઘરેથી હંમેશા ભગવાન રામની પૂજા કરીને જતા હતા. સિરિયલમાં એક તો તેમણે ભગવાન રામ અંગે ખરાબ શબ્દો બોલવા પડતા તા એટલે તેઓ આ ભૂલના પ્રાયશ્ચિત માટે ઉપવાસ પણ કરતા હતા. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link