વિશ્વઉમિયાધામના નિર્માણ અર્થે અમદાવાદમાં રામકથાનો પ્રારંભ, ભવ્ય પોથીયાત્રા નીકળી, PHOTOs
પ.પૂ.કથાકાર રાજેન્દ્રપ્રસાદ શાસ્ત્રીજીના મુખેથી 23 એપ્રિલથી 1લી મે સુધી સેવા-સમર્પણ અને કર્મ ભક્તિથી ધર્મ-સમાજ ભાવનાને ઉજાગર કરતાંલ મર્યાદૈ પુરૂષોતમ એટલે ભગવાન શ્રીરામ ગુણાનુંભાવનું ગુણગાન થશે.
આજે રામકથાના મુખ્ય યજમાન વિક્રમભાઈ મુખીના નિવાસ્થાનેથી વાજતે ગાજતે પોથીયાત્રા અને જગત જનની મા ઉમિયાની પાલખી યાત્રા નીકળી કથાસ્થળે પહોંચી. આ પોથીયાત્રામાં અંદાજિત 5 હજારથી વધુ ભાવિ-ભક્તો જોડાયા હતા. તો વળી 7 હજારથી વધુ ભાવિ-ભક્તોએ શ્રીરામકથાનો લાભ લીધો હતો.
ઉલ્લેખનીય છે કે ગઈકાલે જ અમદાવાદના પૂર્વ વિસ્તારના ટ્રસ્ટીઓ અને હોદ્દેદારો પૂર્વ વિસ્તારના લોકોની સેવા માટે ઓઢવ રિંગ રોડ પર નવા કાર્યાલયનો શુભારંભ કરાયો છે. આ કાર્યાલયનો શુભારંભ રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે કરાયો છે.
વિશ્વઉમિયાધામના પ્રમુખ આર.પી. પટેલ જણાવે છે કે આ શ્રી રામકથા વિશ્વઉમિયાધામાના નિર્માણ અર્થે આયોજિત કરાઈ છે. જ્યારે વિશ્વના સૌથી ઊંચામાં ઊંચા જગત જનની મા ઉમિયાના મંદિરનું નિર્માણ થઈ રહ્યું હોય ત્યારે ભક્તો 11 લાખનું દાન આપી ધર્મસ્તંભના દાતાશ્રી તરીકે જોડાઈ રહ્યા છે.
હાલમાં 1440 ધર્મસ્તંભના દાતામાંથી 1160 ધર્મસ્તંભના દાતા નોંધાઈ ચુક્યા છે. આ કથા યુવાનોમાં આધ્યાત્મિકતાના જોડાણ હેતુથી યોજાઈ છે.