ભારતીય રેલવેનો નવો રેકોર્ડ, માત્ર 4 કલાકની અંદર કર્યું અંડર બ્રિજનું નિર્માણ
ADRM અજિત સિંહ યાદવના નેતૃત્વમાં કાર્ય સંપન્ન થઇ ગયું છે. આ સબ-વેની ઉંચાઇ 6 મીટરની હોય છે. માનવરહિત ફાટકની જગ્યાએ તેનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. તેના માટે માત્ર ડોઢ કલાકમાં જમીનનું ખોદકામ કરવામાં આવ્યું છે. સાથે તેટલા જ સમયમાં રેલવેના પાટાને પણ હટાવવામાં આવ્યા હતા. તે દરમિયાન ફીડર સાથે સંબંધિત કાર્ય કરવામાં આવ્યું હતું.
તેના માટે રેલવેની ત્રણ મોટી ક્રેન, છ પોકલેન અને 200 મજૂરો કામે લાગ્યા હતા. હટિયાથી ઓર્ગા સેક્શન વચ્ચે ત્રીજો NHS છે. આ સબ-વેમાં મોટી ગાડીઓ પણ અવર જવર કરી શકે છે. અત્યાર સુધી લિમિટેડ હાઇટ સબ-વે હોવાના કારણે નાની જ ગાડીઓ ક્રોસ કરી શકતી હતી.
ટ્રેકની બંને તરફ રસ્તાનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે. આ સબ-વેનું નિર્માણ ક્રોસિંગથી 400 મીટર દુર કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે ચાર કલાકમાં બ્લોક હોવાના કારણે કોઇપણ ટ્રેન અહીંથી પસાર થઇ શકી ન હતી અને અંડરબ્રિજ બનાવ્યા બાદ ટ્રેન અહીંથી પસાર થવાની શરૂ કરવામાં આવી હતી.