રાશિફળ 22 જાન્યુઆરી : ચાર રાશિઓ માટે આજનો દિવસ છે સોનાની લગડી જેવો, વાંચીને કરો નવું પ્લાનિંગ

Wed, 22 Jan 2020-8:22 am,

અટવાયેલા કામો પૂરા થશે. કૌટુંબિક સંબંધો મધુર થશે. ઈમેજ સુધારવાની તક મળશે. વિચારેલા કામો પૂરા થશે. ઘરેલુ વિવાદનો ઉકેલ આવશે. પરણિત લોકોને સુખ મળશે. પ્રેમ વધશે. જૂની બીમારીઓમાં રાહત મળશે.

કારોબારમાં વ્યસ્ત રહેશો. કાર્યક્ષેત્રે સન્માન મળશે. મહેનતથી ધન કમાશો. અધૂરા કામો પૂરા થશે. નવા કરાર કે સંબંધ બનશે. સમય સારો છે. આગળ વધવા માટે તમારે જીવનમાં કેટલાક ફેરફાર કરવા પડશે. રોમાન્સની તક છે. મુસાફરીના યોગ.

ઉતાવળમાં કોઈ કામ ન કરો. પૈસાની સ્થિતિની ચિંતા કરવી પડશે. ફાલતુ ખર્ચ થઈ શકે છે. નોકરી કે બિઝનેસને લઈને કોઈ વાત સમસ્યા ઉભી થઈ શકે છે. પૈસા માટે સાવધાની રાખજો. વર્કપ્લેસ પર તણાવની સ્થિતિ ઊભી થઈ શકે છે. 

રૂટિન કામોમાં જોખમ ઊભુ થઈ શકે છે. જીદ કરશો તો કોઈ સાથે વિવાદ થવાની શક્યતા છે. કામકાજમાં અડચણોથી મૂડ ખરાબ થશે. ભાગદોડ  રહેશે. કેટલાક મામલે લોકોની મદદ નહીં મળી શકે. સ્વાસ્થ્યમાં ઉતાર ચઢાવ રહેશે.

પરિવારમાં સુખ શાંતિ વધશે. કાર્યક્ષેત્રમાં નવા કરાર કે સમજૂતિ થવાની શક્યતા. સામાજિક કામમાં સન્માન મળશે. ઓફિસમાં કોઈ ગુપ્ત રીતે મદદ કરી શકે છે. પાર્ટનર તમને આર્થિક મદદ કરી શકે છે. રોમાન્સની સારી તક છે. 

કારોબાર વધશે. નીચલા સ્તરના કર્મચારીઓનો સહયોગ મળશે. ખાસ લોકો સાથે મુલાકાત થઈ શકે છે. નિયમિત કામકાજમાંથી થોડા સમય માટે છૂટકારો મળશે. જે કામને અધૂરું સમજતા હતાં તે પૂરું થશે. મોટા લોકોના સહયોગથી ફાયદો થશે. 

નોકરી અને બિઝનેસમાં લાભની શક્યતા. વિશેષ લાભ અને ઉન્નતિ માટે થોડી વધારે કોશિશ કરવી પડશે. જેમાં સફળ થશો. શરૂ કરાયેલા કામો ભાગ્યના જોરે પૂરા થશે. બીજાને નારાજ કર્યા વગર ચતુરાઈથી કામ કરો. લવર કે જીવનસાથી પર ગુસ્સો ન કરો. 

બિઝનેસમાં ફાયદો ઓછો જ થશે. ટ્રાન્સફરના યોગ છે. કોઈ નવું કામ શરૂ ન કરો. કાર્યક્ષેત્રે ધ્યાન ભટકી શકે છે. ફાલતુ કામોમાં મન પરોવાયેલું રહેશે. વિચારેલા કામો પૂરા ન થવાથી મૂડ ખરાબ રહી શકે છે. પ્રેમ સંબંધમાં તણાવ ઊભો થાય. 

રોજબરોજના કામો પૂરા થશે. સમજી વિચારને લેવાયેલા નિર્ણયથી ફાયદો થશે. પૈસાની સ્થિતિમાં સારા ફેરફારની તકો મળી શકે છે. પ્રેમ સંબંધમાં સફળતા મળશે. પાર્ટનર સાથે સારો સમય પસાર કરશો. સ્પાઈસી ફૂડ ન ખાઓ.

નવી ડીલ ન કરો તો સારું. પૈસા અટવાઈ શકે છે. ઈચ્છા ન હોવા છતાં પૈસા ખર્ચાઈ શકે છે. પ્લાનિંગ ગુપ્ત રાખો. પરિવારના લોકો કોઈ કપરી સ્થિતિમાં નાખી શકે છે. વાદ વિવાદમાં ગૂંચવાઈ શકો છો. કામકાજમાં સુસ્તીનો માહોલ રહેશે.

આર્થિક તંગી ખતમ થશે. આવક અને ખર્ચ બરાબર રહેશે. કાર્યક્ષેત્રે તમે પૂરી તાકાતથી કામ પતાવશો. અચાનક ધનલાભના ચાન્સ. સારા લોકોની સંગતથી ફાયદો થશે. આજે તમે કોઈ ખાસ પરિણામના ઈન્તેજારમાં ધૈર્ય રાખશો તો ખુશ થશો. 

બિઝનેસ ન વધારો તો સારું. જેમ ચાલે છે તેમ ચાલવા દો. કોઈ મોટા કે નવા નિર્ણય ન લો તો સારું. સાવધાની રાખો. પૈસા ખર્ચ કરવામાં ચતુરાઈથી  કામ લેશો. થાક અને ઊંઘની કમીથી પરેશાની થઈ શકે છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link