મથુરાની જેમ ગુજરાતમાં ઉજવાશે દિવાળી, ‘ખાસ’ દીવા 11 કરોડ પરિવારોમાં પ્રગટાવાશે

Thu, 08 Oct 2020-8:15 am,

ગોમયે વસતે લક્ષ્મી. એટલે ગાય હોઈ ત્યાં લક્ષ્મીનો વાસ હોય. દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે રાષ્ટ્રીય કામધેનુ અયોગ દ્વારા આ વર્ષે કોરોના મહામારી વચ્ચે લોકો ઘરે ઘરે ગાયના છાણમાંથી બનેલ દીવડા પ્રજ્વલિત કરે તેવું આયોજન કર્યું છે.   

આયોગના ચેરમેન ડો. વલ્લભ કથીરિયાએ કહ્યું હતું કે, આ વર્ષની દિવાળી કામધેનુ માતાને સમર્પિત કરવાની છે, જેના માટે દેશના અલગ-અલગ રાજ્યોના ગૌસંવર્ધન આયોગ, સ્વયંસેવી સંગઠનો, મંદિરો-આશ્રમ, મઠ અને ગૌશાળાઓ, સ્વયં સેવી સંસ્થાઓ અને મહિલા કો-ઓપરેટિવ સોસાયટીનો સંપર્ક કરવામાં આવ્યો છે. ગાયમાં છાણમાંથી બનનાર દિવાઓના આ પ્રોજેક્ટને ગોમય દિપક કામધેનુ દીવાળી નામ આપવામાં આવ્યું છે. જેમાં ગાયના છાણમાંથી દિપક, લાભ-શુભ, લક્ષ્મી-ગણેશ મુર્તિઓ અને ઝાલર-બેનરો પણ બનાવવામાં આવ્યા છે.

તો બીજી તરફ રાષ્ટ્રીય કામધેનુ અયોગ ગાયમાં છાણમાંથી દીવાઓ બનાવીને 11 કરોડ પરિવાર સુધી પહોંચાડશે. આશરે 35 થી 40 કરોડ લોકો સુધી આ દિવાઓ આપવામાં આવશે. એટલું જ નહીં આ કાર્યમાં અનેક મહિલાઓ, સોસાયટીઓના લોકોને જોડી અને પોતે ઘરે ગાયના છાણમાંથી દીવા બનાવી વેચી શકશે. આ માટે તેઓને વીડિયો કોન્ફરન્સથી તાલીમ આપવામાં આવી છે અને આત્મનિર્ભર ભારત અભિયાનથી રોજગારી પૂરી પાડવામાં આવશે. વડાપ્રધાનના આત્મનિર્ભર ભારત અભિયાનથી દિવાળીમાં ઉપયોગી ચાઈનીઝ વસ્તુઓને બદલે સ્વદેશી વસ્તુઓ અપનાવવા લોકોને અપીલ કરવામાં આવી રહી છે.

મથુરામાં પણ આ વર્ષે દિવાળી પર ગાયના છાણના દીવાઓ પ્રગટાવી દિવાળી ઉજવાશે. આ કાર્યથી એક તરફ લોકોને કામ મળશે તો બીજી તરફ પશુપાલકો પણ આત્મનિર્ભર બનશે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link