Ratan Tata એ આ રાજ્યના નામ પર રાખ્યું છે પોતાના શ્વાનનું નામ, ખાસ જાણો કારણ
રતન ટાટાને કૂતરાઓ પ્રત્યે ખુબ લગાવ છે અને તેમના સૌથી વધુ લોકપ્રિય કૂતરાનું નામ ગોવા છે. તેઓ ઓફિસમાં ગોવાને મળવા માટે ખુબ જ ઉત્સુક રહે છે.
દિવાળીના અવસરે રતન ટાટાએ ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો, જેમાં તે ગોવા અને અન્ય કૂતરા સાથે જોવા મળી રહ્યા છે. આ સાથે જ તેમણે કેપ્શનમાં લખ્યું કે, 'બોમ્બે હાઉસના કેટલાક કૂતરા સાથે હાર્દિક ક્ષણ. ખાસ કરીને ગોવા, મારો કાર્યાલયનો સાથી.'
ગોવા સાથે ફોટો શેર કરતા એક ફેને પૂછ્યું કે આ કૂતરાનું નામ ગોવા કેવી રીતે પડ્યું? તો જવાબ આપતા રતન ટાટાએ કહ્યું કે,'જ્યારે ગોવામાં મારા સહયોગીની ગાડીમાં આવીને તે બેસી ગયું ત્યારે એક નાનકડું ગલુડિયું હતું. ત્યારબાદ સીધું અમારી સાથે બોમ્બે હાઉસ આવી ગયું. ગોવાથી લાવ્યા હતા એટલે તેનું નામ પણ ગોવા પડી ગયું.'
રતન ટાટાએ ઈન્સ્ટાગ્રામ પર લગભગ એક વર્ષ પહેલા પોતાનું એકાઉન્ટ બનાવ્યું હતું અને તેઓ ઘણા એક્ટિવ રહે છે.
ઈન્સ્ટાગ્રામ પર રતન ટાટાના 30 લાખ કરતા વધુ ફોલોઅર્સ છે. પણ તેઓ એક માત્ર ટાટા ટ્રસ્ટ નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટને જ ફોલો કરે છે.
રતન ટાટાને એ હદે લગાવ કે કદર છે કે તેમણે ટાટા ગ્રુપના વૈશ્વિક હેડક્વાર્ટર એટલે કે બોમ્બે હાઉસનો અમુક ભાગ સ્ટ્રીટ ડોગ્સ માટે બનાવ્યો છે. (તસવીર સાભાર-રતન ટાટા ઈન્સ્ટાગ્રામ)