Photos : એક ક્લિકમાં જુઓ કેવા સજાવાયા છે ભગવાન જગન્નાથ અને તેમના ભાઈ-બહેનને...
)
ત્રણેય રથ બહુ જ ભવ્યતાથી સજાવવામાં આવે છે. એક રથમાં બહેન સુભદ્રા, એક રથમાં ભાઈ બલરામ અને એક રથમાં ભગવાન જગન્નાથ સવાર હોય છે. વહેલી સવારે મંગળા આરતી બાદ ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામને મંદિરમાંથી બહાર લાવીને રથમાં મૂકવામાં આવે છે. તેના બાદ પહિંદ વિધીથી જ રથયાત્રાની શરૂઆત થતી હોય છે. ભગવાન જગન્નાથના મોટાભાઈનું નામ બલરામ છે. તેમનો રથ યાત્રામાં સૌથી આગળ હોય છે.
)
કૃષ્ણ અને બલરામની લાડલી બહેન સુભદ્રાનો રથ બંને ભાઈઓની વચ્ચે ચાલતો હોય છે.
)
તો ભગવાન જગન્નાથ અંતિમ હોય છે.