રથયાત્રાના ઈતિહાસમાં પહેલીવાર રથ મંદિર બહાર ન નીકળ્યાં, મંગળા આરતીથી લઈને પરિક્રમાના જુઓ PHOTOS
દર્શન કરવા માટે મંદિરમાં ભક્તો ઉમટી પડ્યા છે.
મંદિરમાં થર્મલ ગનથી તાપમાન ચેક કરીને ભક્તોને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.
ખલાસી ભાઈઓ દ્વારા મંદિરના પરિસરમાં જ રથ ખેચીને પરિક્રમા કરાવવામાં આવી હતી.
ભગવાનનું મામેરું
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પહિંદ વિધિ કરી હતી.
હાઈકોર્ટમાં સુનાવણી મોડે સુધી ચાલી હોવાના કારણે રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા મોડે સુધી મંદિરમાં રોકાયા હતાં અને મંગળા આરતી કરીને ઘરે ગયા હતાં.
આજે અષાઢી બીજે રથયાત્રાનો પાવન પર્વ છે. સવારે 4 વાગે મહંત દિલિપદાસજી મહારાજે જગન્નાથ મંદિર ખાતે ભગવાન જગન્નાથની મંગળા આરતી કરી હતી.