આ લક્ઝુરિયસ કારની માલકિન છે રીવાબા જાડેજા, જુઓ કાર કલેક્શન
ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર અને ઓલ રાઉન્ડર પ્લેયર ક્રિકેટની સાથે સાથે લક્ઝુરિયસ ગાડીઓનો શોખીન પણ છે. રવિન્દ્ર જાડેજા અને રીવાબા જાડેજા પાસે કઈ કઈ કારનું કલેક્શન છે તે જોઈએ
રીવાબા જાડેજાના કારોની લિસ્ટમાંની પહેલી કાર રોલ્સ રોયસ વ્રેથ લક્ઝુરી કાર છે. જેની શરૂઆતની કિંમત જ 6.22 કરોડ રૂપિયા છે. આ લક્ઝુરિયસ કારમાં 6.6 L પેટ્રોલ એન્જિન મળે છે, જે કારને 591 bhp ની દમદાર પાવર અને 900 Nm પીક ટોર્ક આપે છે. તો ટ્રાન્સમિશન માટે આ કારમાં 8 સ્પીડ ઓટોમેટિક ગિયર બોક્સ આપવામાં આવ્યું છે.
આ લિસ્ટમા બીજા નંબર પર ઓડી ક્યુ7 લક્ઝરી કાર છે. જેની શરૂઆતની કિંમત 84.70 લાખ રૂપિયા છે.
આ લિસ્ટમાં ત્રીજા ક્રમે ઓડી એ4 કાર છે, જેની શરૂઆતની કિંમત 43.85 લાખ રૂપિયા છે.
આ લિસ્ટમાં ચોથા ક્રમે છે બીએમડબલ્યુ એક્સ1 ડ્રાઈવ લક્ઝરી કાર. તેની શરૂઆતની કિંમત 45.90 લાખ રૂપિયા છે.