ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ IPL 2020 માં બનાવ્યો રેકોર્ડ, ગુજરાતીઓએ કર્યા વખાણ
IPL ની શરૂઆતથી જ રવિન્દ્ર જાડેજાનું સિલેક્શન થયું છે. આ સમયે વર્ષ 2008 માં તેઓ રાજસ્થાન રોયલ ટીમમાંથી પસંદગી પામી પોતાના કરિયરની શરૂઆતમાં એક કદમ આગળ વધ્યા હતા. IPL ની શરૂઆતથી આજ દિવસ સુધી કુલ 13 સીઝન દરમિયાન તેમના દ્વારા અનોખો રેકોર્ડ બનાવવામાં આવ્યો છે. રવિન્દ્ર જાડેજા IPL 20-20 મેચમાં 2000 થી વધુ રન અને 100 થી વધુ વિકેટ હાસિલ કરનાર પ્રથમ ઓલરાઉન્ડર ખેલાડી સાબિત થયા છે. આ સફળતા હાંસિલ કરતાની સાથે તેમના ફેન્સ અને અલગ અલગ ક્રિકેટ એસોસિએશન તેમને શુભેચ્છા પાઠવી રહ્યા છે.
2008 થી લઈને 2020 સુધી રવિન્દ્ર જાડેજા આઈપીએલમાં ઓલરાઉન્ડર સાબિત થયા છે. આ 13 વર્ષમાં તેઓએ આ રેકોર્ડ બનાવ્યો છે.
UAE ખાતે રમાતી IPL સીઝન 13 માં રવિન્દ્ર જાડેજા ચેન્નઇ સુપર કિંગ્સ ટિમમાં ઓલરાઉન્ડર ખેલાડી તરીકે રમી રહ્યા છે. જેમાં 5 મેચ દરમિયાન તેઓએ 73 રન બનાવ્યા છે અને 3 વિકેટ હાંસિલ કરી છે. ઉલ્લેખનીય છે કે રવિન્દ્ર જાડેજાએ પોતાના IPL કરિયરની પ્રથમ હાફ સેન્ચુરી ચાલુ વર્ષે UAE માં રમાતી સીરિઝમાં ફટકારી છે અને સૌથી વધુ 19 વિકેટ તેઓએ IPL કરિયરમાં વર્ષ 2014 માં લીધી હતી.
વર્ષ 2008 માં IPL માં પસંદગી થયા આ સમયે તેઓ વિજેતા ભારતીય અંડર 19 ક્રિકેટ ટીમના પણ ભાગીદાર રહ્યા છે કે, જે 2008 માં મલેશિયામાં રમાયેલ વિશ્વકપ જીતી હતી. જાડેજા મધ્યમ હરોળના ડાબોડી બેટ્સમેન તેમજ મંદ ગતીના ડાબોડી ઓર્થોડોક્સ બોલર છે.