Raw Milk: આ રીતે સ્કિન પર લગાડો કાચું દૂધ, ઘર બેઠા મળશે બ્યુટી ટ્રીટમેન્ટ કરાવ્યા જેવો નિખાર, ચમકી જશે ચહેરો
)
કાચું દૂધ વિટામિન એ, ડી અને લેક્ટિક એસિડથી ભરપુર હોય છે. કાચુ દૂધ ત્વચા પરથી ડેડ સ્કિન સાફ કરે છે અને ત્વચા પર ચમક વધારે છે.
)
કાચા દૂધમાં રહેલું લેક્ટિક એસિડ ત્વચાને એક્સફોલિએટ કરે છે અને કરચલીઓને દુર કરવામાં મદદ કરે છે. કાચું દૂધ લગાડવાથી સ્કિન ટાઈટ અને યુવાન દેખાય છે.
)
દૂધનો ઉપયોગ કરવાથી ત્વચા પરથી ડાઘ, ખીલ અને અન્ય નિશાન ધીરેધીરે દુર થવા લાગે છે. તેના એન્ટી બેક્ટેરિયલ ગુણથી ત્વચાના ખીલ કંટ્રોલમાં રહે છે.
કાચા દૂધથી સ્કિન કેર કરવી હોય તો રુની મદદથી કાચા દૂધને ત્વચા પર અપ્લાય કરો. રુની મદદથી દૂધ લગાડ્યા બાદ 15 મિનિટ પછી સ્કિન સાફ કરો. બેસ્ટ રીઝલ્ટ માટે સપ્તાહમાં 3 વખત કાચું દૂધ ત્વચા પર લગાડવું જોઈએ.