કાચી હળદર અને ગોળનું એકસાથે સેવન કરવાથી દૂર થશે આ 5 બીમારીઓ, જાણો તેને ખાવાની સાચી રીત
શિયાળામાં બજારમાં તમને ઘણા પ્રકારના શાકભાજી અને મસાલા સરળતાથી મળી જાય છે. જેમાં કાચી હળદરના ગઠ્ઠા પણ સામેલ છે. કેટલાક લોકો કાચી હળદરનું શાક બનાવી ખાવાનું પસંદ કરે છે. જ્યારે કાચી હળદરનો ઉપયોગ તમે દૂધ સાથે પણ કરી શકો છો. પરંતુ જો તમારી પાસે વધુ સમય ન હોય તો તમે કાચી હળદર અને ગોળનું સેવન કરી શકો છો. આ રેસીપી થોડા ટાઈમમાં તૈયાર થઈ જાય છે, જેને તમે લાંબા સમય સુધી સ્ટોર કરી શકો છો. જો તમે શિયાળામાં કાચી હળદર અને ગોળનું નિયમિત સેવન કરો છો તો અનેક પ્રકારની સમસ્યાઓ દૂર થઈ શકે છે. ચાલો જાણીએ કાચી હળદર અને ગોળનું સેવન કરવાથી સ્વાસ્થ્યને શું ફાયદા થાય છે?
કાચી હળદર અને ગોળનું સેવન કરવાથી તમારી ઘણી સમસ્યાઓ દૂર થઈ શકે છે. કાચી હળદરમાં ઘણા પ્રકારના એન્ટી-ઓક્સિડન્ટ્સ, એન્ટી-ઈન્ફ્લેમેટરી, એન્ટિબાયોટિક ગુણો હોય છે, જે તમારી નબળી રોગપ્રતિકારક શક્તિને દૂર કરી શકે છે. આ સાથે જ ગોળમાં સારી માત્રામાં આયર્ન હોય છે, જે તમારી રોગપ્રતિકારક શક્તિને વધારવામાં ઘણી હદ સુધી અસરકારક છે.
કાચી હળદર અને ગોળનું સેવન કરવાથી તમારા શરીરમાં થતા સોજા અને દુખાવાની સમસ્યાને ઓછી કરી શકાય છે. હળદર અને ગોળમાં એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણ હોય છે, જે સોજો અને દુખાવો દૂર કરવામાં અસરકારક સાબિત થઈ શકે છે. આ સાથે જ તે સંધિવા દરમિયાન થતી સમસ્યાઓને પણ ઘટાડી શકે છે.
કાચી હળદર અને ગોળનું સેવન કરવાથી શરીરમાંથી ઝેરી તત્વો દૂર થાય છે. તે લોહીને ડિટોક્સ કરવામાં અસરકારક છે. તેમજ હળદરમાં રહેલા ગુણ જાડા લોહીને પાતળું કરી શકે છે. જો તમને બ્લોકેજની સમસ્યા છે, તો આ મિશ્રણ તમારા માટે શ્રેષ્ઠ હોઈ શકે છે.
કાચી હળદર અને ગોળનું સેવન કરવાથી પાચન સંબંધી સમસ્યાઓ દૂર થઈ શકે છે. તેમાં પાચન એન્ઝાઇમોને ઉત્તેજીત કરવાના ગુણ હોય છે. તેમજ હળદરમાં હાજર એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણ પેટના સોજાને ઘટાડી શકે છે. આ સિવાય તે ગેસ્ટ્રિકની સમસ્યામાં પણ રાહત આપે છે.
પીરિયડ્સ દરમિયાન દુખાવો અને ખેંચાણ દૂર કરવા માટે તમે કાચી હળદર અને ગોળનું સેવન કરી શકો છો. ગોળમાં સારી માત્રામાં આયર્ન હોય છે, જે સારા રક્ત પ્રવાહમાં મદદ કરી શકે છે. તેનાથી શરીરમાં લોહીની કમી પણ દૂર થાય છે. આ ઉપરાંત તે પીરિયડ્સ દરમિયાન થાક અને નબળાઇને પણ દૂર કરી શકે છે.
તમે તેને ખાસ રેસિપી બનાવીને ખાઈ શકો છો. આ માટે કાચી હળદરને છીણીને ઘીમાં તળી લો. આ પછી જ્યારે હળદરનો રંગ ઘાટો થઈ જાય ત્યારે તેમાં ગોળ ઉમેરીને બરાબર પકાવો. આ પછી તેને સ્ટોર કરો અને સૂતા પહેલા દૂધ સાથે ખાઓ.
Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.