PICS: એક સમયે ઘર ચલાવવા પાર્ટ ટાઈમ જોબ કરતી આ મશહૂર અભિનેત્રી, હવે છે મોટા ઘરની વહુ
બાળપણથી જ અભિનેત્રીને ગ્લેમરની દુનિયાનો રંગ ચડેલો હતો. ઘરની હાલત બરાબર નહતી પરંતુ આમ છતાં સામંથાએ મોડેલિંગના ફિલ્ડમાં જવાનું નક્કી કર્યું. પંરતુ આ દરમિયાન તેણે ઘર ચલાવવા માટે પાર્ટ ટાઈમ જોબ પણ કરવી પડી હતી.
મોડેલિંગની દુનિયાથી જ સામંથાને ફિલ્મ 'યે માયા ચેસાવ'ની ઓફર મળી હતી.
સામંથાની ફિલ્મો 'મર્સલ' અને 'રંગસ્થલમ' એ બોક્સ ઓફિસ પર કમાણીના બધા રેકોર્ડ તોડ્યા હતાં.
ચૈતન્ય અને સામંથા વચ્ચે એક ફિલ્મમાં સાથે કામ કરવા દરમિયાન નીકટતા વધી હતી. બંનેએ થોડો સમય ડેટિંગ કર્યું અને ત્યારબાદ લગ્ન કરવાનો નિર્ણય લીધો.
નોંધનીય છે કે 'યે માયા ચેસાવે' અને 'ઓટોનગર સૂર્યા' જેવી ફિલ્મોમાં સાથે કામ કરી ચૂકેલા ચેતન્ય અને સામંથા લગભગ બે વર્ષ સુધી પ્રેમ સંબંધમાં હતાં.