Abhishek Bachchan: વર્ષો પછી સામે આવ્યું અભિષેક-કરિશ્માની સગાઈ તુટવાનું સાચું કારણ, આ રીતે ઐશ્વર્યા સાથે બની જોડી
કરિશ્મા કપૂર અને અભિષેકે ડેટિંગ પછી લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. બંનેના પરિવારે પણ આ સંબંધને સ્વીકારી લીધો હતો. વર્ષ 2002 માં બંનેની સગાઈ થઈ. પરંતુ આ સગાઈ લગ્ન પહેલા જ તુટી ગઈ.
એક રિપોર્ટ અનુસાર અભિષેક અને કરિશ્માની સગાઈ તુટવા પાછળનું કારણ જયા બચ્ચન હતા. જયા બચ્ચન ઈચ્છતા હતા કે કરિશ્મા લગ્ન પછી એક્ટિંગ છોડી દે. પરંતુ કપૂર પરિવાર અને કરિશ્માને આ શરત માન્ય ન હતી.
અભિષેક અને કરિશ્મા કપૂરે એક સાથે ફિલ્મ હાં મેને ભી પ્યાર કિયા હૈમાં કામ કર્યું હતું. આ ફિલ્મના નિર્દેશક સુનિલ દર્શને એક મુલાકાતમાં કહ્યું હતું કે તેમની વચ્ચે સાચે સંબંધ હતો, સગાઈ પણ થઈ હતી. પરંતુ જ્યારે તેઓ ફિલ્મમાં સાથે કામ કરી રહ્યા હતા ત્યારે તેમની વચ્ચે વારંવાર ઝઘડા થતા. તેઓ મેડ ફોર ઈચ અધર ટાઈપ કપલ ન હતા.
કરિશ્મા સાથે સગાઈ તુટ્યા પછી અભિષેકની લાઈફમાં ઐશ્વર્યા રાય આવી. તેમણે કુછ ન કહો ફિલ્મમાં સાથે કામ કર્યું અને પછી ગુરુ ફિલ્મથી તેમની લવ સ્ટોરી શરુ થઈ. અભિષેકે ઐશ્વર્યાને લગ્ન માટે પ્રપોઝ કરી અને 2007 માં કપલે લગ્ન કરી લીધા. હવે તેમના પણ ડિવોર્સની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે.