Mysterious People: દુનિયા માટે આજે પણ રહસ્ય બનેલા છે આ 5 લોકો...તેમના વિશે જાણીને દંગ રહી જશો
દુનિયાનો સૌથી મોટો ડર મોત છે. એક છોકરીની લાશ એવી સ્થિતિમાં મળી આવી હતી જાણે તે મરક મરક હસતી હોય. આવું ખરેખર દુર્લભ કહી શકાય. ચહેરા પર મુસ્કાનવાળી લાશ સીન નદીમાંથી મળી આવી હતી. આ છોકરીની કોઈ ઓળખ થઈ શકી નહતી.
બીજા વિશ્વયુદ્ધ દરમિયાન હિરોશીમા પર થયેલા હુમલાથી આખી દુનિયા કંપી ગઈ હતી. પરંતુ એક એવો પડછાયો જેને પરમાણુ બોમ્બનો ધડાકો પણ હચમચાવી શક્યો નહીં. હુમલામાં 3 લાખથી વધુ લોકો માર્યા ગયા હતા. આ જગ્યાથી લગભગ એક કિલોમીટરના અંતરેથી એક તસવીર લેવાઈ હતી જેમાં કોઈ વ્યક્તિ બેઠી હોય તેવો પડછાયો હતો. આજ સુધી આ પડછાયો કોનો હતો તે ઓળખી શકાયું નથી.
અમેરિકામાં 9/11 ના હુમલા દરમિયાન એક વ્યક્તિની તસવીર ખુબ ચર્ચામાં આવી હતી. તસવીરમાં આ વ્યક્તિ ઊંઘા માથે પડતો જોવા મળી રહ્યો છે. જે ખુબ અજીબ છે. સામાન્ય રીતે આવી રીતે કોઈ પડતું નથી. આ વ્યક્તિ કોણ હતો, અધિકૃત રીતે તેનો કોઈ ખુલાસો ક્યારેય થઈ શક્યો નથી.
દુનિયાના મહાન ફોટોગ્રાફર કેવિન કાર્ટરે લીધેલા આ ફોટામાં એક કુપોષિત બાળક જોવા મળ્યો. બાળક જમીન તરફ ઝૂકેલો હતો. તેની પાછળ ગિદ્ધ જોવા મળે છે. એવું લાગે છે કે જાણે ગિદ્ધને ખબર જ છે કે આ બાળક મોતને આરે છે અને તે રાહ જોતું આરામથી ઊભું છે. સૂડાની બાળક વિશે કોઈ જાણકારી મળી નથી.
અમેરિકાના રાષ્ટ્રપતિ જ્હોન એફ કેનેડીની હત્યા સમયે એક મહિલા કેમેરામાં કેદ થઈ. જે હાથમાં પિસ્તોલ લઈને ઊભી હતી. આ મહિલાને રાષ્ટ્રપતિના મોત માટે જવાબદાર ગણવામાં આવે છે. પરંતુ તેની ઓળખ ક્યારેય થઈ શકી નથી.