Photos: આખરે થાઈલેન્ડ જવા માટે ગુજરાતીઓ કેમ પડાપડી કરે છે? બાપ રે... ચોંકાવનારા 5 કારણો સામે આવ્યા

Wed, 04 Sep 2024-1:32 pm,

બેચલર પાર્ટી હોય કે પછી મિત્રો સાથે મસ્તી કરવી હોય. ભારતીય પ્રવાસીઓને મોટાભાગે બેંગકોક જવાનું ખુબ ગમે છે. દર વર્ષે બેંકકોક જનારા ભારતીય પ્રવાસીઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. આમ તો થાઈલેન્ડ એક ખુબસુરત દેશ છે, જ્યાં ખુબ જાણીતા ટુરિસ્ટ પ્લેસ પણ છે. પરંતુ  થાઈલેન્ડના બેંગકોક અને પટાયા એવી જગ્યા છે જ્યાં તમને યુવાઓનો ક્રેઝ વધુ જોવા મળશે. એટલું જ નહીં અહીંની નાઈટ લાઈફ આખી દુનિયામાં ફેમસ છે. અહીંનો માહોલ ખુબ શાનદાર છે. અત્રે જણાવવાનું કે અન્ય દેશોની સરખામણીમાં ભારતીયો થાઈલેન્ડ ફરવાનું વધુ પસંદ  કરે છે. તેની પાછળ અનેક કારણો છે. જાણો તેના વિશે.   

થાઈલેન્ડ સરકારે ભારતીય પ્રવાસીઓ માટે બેંગકોક વિઝા ફ્રી ટ્રાવેલના સમયને 11 નવેમ્બર 2024 સુધી વધાર્યો છે. એટલે કે ભારતીય ટુરિસ્ટ વિઝા વગર મુસાફરી કરી શકે છે અને થાઈલેન્ડના બેંગકોક અને પટાયામાં ખુબસુરત યાદો સવારી શકે છે. એટલું જ નહીં થાઈલેન્ડ જ્યારે વિઝા ફ્રી ટ્રાવેલની મંજૂરી ન આપે તો તે સમયે વિઝા ઓન અરાઈવલની સુવિધા આપવામાં આવે છે. આ સુવિધા ટુરના પહેલા વિઝાને લઈને થનારી મુશ્કેલીઓથી લોકોને બચાવે છે. આથી  ભારતના લોકો માથાકૂટ વગર થાઈલેન્ડ પહોંચી શકે છે. 

જો ભારતથી થાઈલેન્ડ ફ્લાઈટમાં આવે તો ફક્ત 4 કલાકમાં અહીં પહોંચી જશે. જો કે અહીં આવવા માટે ટિકિટ વધુ મોંઘી હોતી નથી. જો એડવાન્સ બુકિંગ કરવામાં આવે તો તમને ટિકિટ વધુ સસ્તી મળી જાય છે. અન્ય દેશોની સરખામણીમાં અહીં હરવું ફરવું સસ્તું પડી જાય છે. 

થાઈલેન્ડમાં ટ્રાન્સપોર્ટ સિસ્ટમ ખુબ સુવિધાજનક છે અને અહીં લોકોનું વર્તન ભારતીય લોકો માટે ખુબ સારું હોય છે. એરપોર્ટથી શહેરના દરેક  ખૂણા માટે અનેક કેબ અને બસ ચાલે છે. આ સિવાય નાના અંતર માટે તમે ટુક ટુકનો ઉપયોગ કરી શકો છે જે વધુ મોંઘી પણ હોતી નથી. જો તમે બેંગકોકથી દેશના કોઈ પણ ભાગમાં ટ્રાવેલ કરવા માંગતા હોવ તો મો ચિટ  બસ ટર્મિનલ કે એક્કામાઈ બસ ટર્મિનલ પર જઈ શકો છો. 

તમને ઈન્ટરસિટી બસો મળશે જે તમને થાઈલેન્ડમાં કોઈ પણ સ્થાને લઈ જઈ શકે છે. બેંગકોક અનેક બસ નેટવર્કથી સારી રીતે જોડાયેલું છે. જો તમે ચોન બુરી, પટાયા કે અયુત્યા ફરવા માંગતા હોવ તો પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરી શકો છો. અહીં આઈલેન્ડ પર પહોંચવા માટે ફેરી સર્વિસ પણ છે. અત્રે જણાવવાનું કે થાઈલેન્ડમાં ઉબર અને ગ્રેબ  કારનો પણ વિકલ્પ છે. જો કે તમારા મોબાઈલ પર વેલિડ કનેક્ટિવિટી હોવી જોઈએ. અહીં પહોંચ્યા બાદ થાઈ સિમ કાર્ડ લેવાનું ન ભૂલતા. 

જો તમે બેચલર હોવ કે મેરિડ કપલ હોવ તો બેંગકોકમાં ખાઓ એન રોડ (Khao San Road) જઈ શકો છો. બેચલર્સ માટે આ જગ્યા તો જન્નત જેવી છે કારણકે અહીં સસ્તા રેટ પર બાર, નાઈટ ક્લબ, રેસ્ટોરા મળી જશે. અહીં આખી રાત પાર્ટી ચાલે છે અને કોઈ પણ પ્રકારની રોકટોક હોતી નથી. અત્રે જણાવવાનું કે અહીંની નાઈટલાઈફ ભારત કરતા ખુબ અલગ છે. દરેક ભારતીય ટુરિસ્ટ લાઈફમાં એકવાર તો જરૂર બેંગ્કોકની નાઈટલાઈફ એન્જોય કરવાના સપના જોતા હોય છે.   

ભારતીય ટુરિસ્ટને બેંગકોકનું ભોજન પણ ખુબ પસંદ છે. બેંગકોકમાં 100થી વધુ ભારતીય રેસ્ટોરા છે. એટલું જ નહીં અહીનાં સ્પાઈસી સ્ટ્રીટ ફૂડ પાછળ તો ભારતીયો પાગલ છે. અત્રે જણાવવાનું કે બેંગકોકનું Papaya Salad કે જેને Som Tam નામથી ઓળખવામાં આવે છે તે અહીં ખુબ પ્રખ્યાત છે. નોન વેજીટેરિયન લોકો માટે અહીં ખાવા પીવાના અનેક વિકલ્પ છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link