સિનેમાના આ સિતારાઓ છે એકબીજાના હમશકલ! ચહેરો જોઈને લોકો પણ ખાઈ જાય છે થાપ...
શત્રુઘ્ન સિન્હાની પુત્રી અને અભિનેત્રી સોનાક્ષી સિંહા માટે ઘણીવાર એવું કહેવામાં આવે છે કે તેનો ચહેરો અભિનેત્રી રીના રોય સાથે ઘણો મળતો આવે છે. કહેવાય છે કે એક સમયે શત્રુઘ્ન સિંહા અને રીના રોયનું અફેર હતું.
સલમાન ખાન સાથે ફિલ્મ 'લકી: નો ટાઈમ ફોર લવ'માં જોવા મળેલી સ્નેહા ઉલ્લાસને બચ્ચન પરિવારની વહુ અને વિશ્વ સુંદરી ઐશ્વર્યા રાયની લુક જેવી માનવામાં આવે છે.
સલમાન ખાન સાથે ફિલ્મ 'વીર'માં જોવા મળેલી અભિનેત્રી ઝરીન ખાન કેટરિના કૈફ જેવી જ હોવાનું કહેવાય છે.
પ્રિયંકા ચોપરાનો ભૂતપૂર્વ બોયફ્રેન્ડ અને કો-સ્ટાર હરમન બાવેજા એક્ટર રિતિક રોશનનો ડોપલગેન્જર હોવાનું કહેવાય છે.
માધુરી દીક્ષિતના દેખાવની વાત કરીએ તો તેનું નામ ફરહીન પ્રભાકર છે, જેણે રોનિત રોય સાથે ફિલ્મ 'જાન તેરે નામ'માં કામ કર્યું હતું, પરંતુ આ ફિલ્મ અને બાદમાં તેનું કરિયર પણ ફ્લોપ ગયું હતું.