Misconception About First Night: સુહાગરાત સાથે જોડાયેલી આ વાત તમે નહીં જાણતા હોવ, યુવક-યુવતી અત્યાર સુધી છે અજાણ

Sat, 10 Jun 2023-3:40 pm,

ફર્સ્ટ નાઇટ સપનાની રાત હોય તે જરૂરી નથી. લગ્ન પહેલા એક કપલને ઘણીવાતો શીખવાડવાનો પ્રયાસ જારી રહે છે. ઘણી વાતો તો જૂના વિચારની હોય છે. એવું નથી કે ફિલ્મો અને સીરિયરમાં જેવા દ્રશ્યો સુહાગરાતના દેખાડવામાં આવે છે તેવું જ રિયલ લાઇફમાં પણ હોય. 

સુહાગરાત એટલે કે ઈન્ટિમેસીથી ભરેલી રાત, આવું બધા માટે જરૂરી નથી. ઘણા લોકો આ રાતને અલગ રીતે પણ લે છે. ભાગદોડ બાદ પ્રથમવાર આ રાતને કપલ સાથે હોય છે સમય પસાર કરે છે. આ પળ બંને માટે ભાવનાત્મક રૂપથી જોડાવા માટે હોઈ શકે છે. ફિઝિકલ ઈન્ટિમેસીથી વધુ મહત્વનો પ્રેમ હોય છે. 

ઘણીવાર સુહાગરાતમાં યુવક અને યુવતીએ એકબીજાને સમજવાની જરૂર હોય છે. સુહાગરાતનો તે અર્થ નથી કે ફિઝિકલ થવા માટે નવા કપલમાંથી કોઈ બળજબરી કરે. 

ગેરસમજણ તે વાતને લઈને પણ લોકોના મગજમાં હોય છે કે ફર્સ્ટ નાઇટ પર ઇન્ટિમેસી ખોટી છે. હકીકતમાં નવું કપલ હોવાને કારણે બંને અસહજ મહેસૂસ કરી શકે છે કે પછી બંનેમાંથી કોઈ એકના મનમાં ડર પેદા કરી શકે છે. તેવામાં ઉતાવળમાં સંબંધમાં મુશ્કેલી ઉભી થઈ શકે છે. 

જે નવું પરણેલું કપલ સાથે સહન નથી થઈ શકતું તો બંને એકબીજાને થોડો સમય આપે. બંનેમાંથી કોઈ એક સહજ નથી તો પાર્ટનરને સહજ અનુભવ કરાવો. જરૂરી નથી કે ઈન્ટિમેન્ટ થાવ, તેનાથી વધુ જરૂરી એકબીજા સાથે સહજ થવું છે. 

સુહાગરાતની વાત સાંભળ્યા પછી સૌથી પહેલા જે વાત મનમાં આવે છે તે છે નવા પતિ-પત્નીની આત્મીયતા, પરંતુ તે જરૂરી પણ નથી. પહેલી રાત્રે જો કપલ એકબીજાને સમજવા માટે આખી રાત એકબીજા સાથે વાત કરે તો પણ સારા સંબંધનો પાયો નંખાવી શકાય છે. તમે આ રાત્રે કોઈપણ પ્રકારની કોમ્યુનિકેશન ગેપને દૂર કરી શકો છો.

સત્ય તો એ છે કે ફર્સ્ટ નાઇટ કેવી હશે, તે કપલ પર નિર્ભર કરે છે. તે ગેરમાન્યતા છે કે તેને ટિપિકલ ઓલ્ડ રીતે પૂરી કરવામાં ન આવે તો સંબંધમાં રોમાન્સની શરૂઆત થશે નહીં. 

નવું કપલ તે ધ્યાન રાખે કે ફર્સ્ટ ક્લોઝ મોમેન્ટ માત્ર અને માત્ર તેની હોય. તે રાતની તુલના કોઈ અન્ય કપલની સાથે કરી તમે તમારી રાતને ખરાબ ન કરો. તુલના કરવી બંનેને ખરાબ લગાવી શકે છે. રોમાન્સની જર્ની બધાની અલગ હોય છે અને તમારી પણ અલગ છે. 

About Suhaag Raat : સુહાગરાત લોકોની વચ્ચે હંમેશા એક સપનાની રાતની જેમ હોય છે, પરંતુ આ રાતનું અસલ રૂપ શું છે, તેને આજે પણ કોઈ સંપૂર્ણ રીતે સમજી શક્યા નથી. તેને લઈને લોકોમાં અનેક માન્યતાઓ છે. કોઈ ગેરસમજણમાં ન પડો, તેનાથી તમારા સંબંધ પર જરૂર અસર પડે છે.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link