Remal Cyclone: અરબ સાગરમાં પણ બધુ હેમખેમ નથી! ગુજરાત માટે ચેતવા જેવું, ગમે ત્યારે આવી શકે શક્તિશાળી વાવાઝોડું

Tue, 28 May 2024-2:05 pm,

ગુજરાતમાં દેશનો સૌથી લાંબો દરિયાકાંઠો છે. ગુજરાતને 1600 કિમી લાંબો દરિયાકિનારો મળેલો છે. જ્યાં અરબ સાગર છે. અરબ સાગર સામાન્ય રીતે બંગાળની ખાડીની સરખામણીમાં વધુ શાંત રહે છે.

આથી આમ જુઓ તો મોટાભાગે બંગાળની ખાડીમાં વધુ વાવાઝોડા આવતા અત્યાર સુધી જોવા મળ્યા છે, અરબ સાગરમાં નહીં. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી અરબ સાગરમાં વાવાઝોડા આવવાનો દર, તીવ્રતા અને ભયાનકતા વધી રહ્યા છે.   

બંગાળની ખાડીની વાત કરીએ તો અરબ સાગરની સરખામણીમાં તે વધુ ગરમ રહે છે. બંગાળની ખાડીમાં વર્ષમાં બે મોટા ચક્રવાતી તોફાન આવવાની આશંકા રહે છે. જે સામાન્ય રીતે માર્ચથી મે અને ઓક્ટોબરથી ડિસેમ્બર વચ્ચે આવે છે.  

બીજી બાજુ અરબ સાગરની વાત કરીએ તો અરબ સાગર પણ હવે ક્લાઈમેટ ચેન્જના કારણે ગરમ થઈ રહ્યો છે. આથી ત્યાં પણ વાવાઝોડાની સંખ્યા વધી રહી છે. જેના કારણે અહીં પણ વધુ તીવ્રતાવાળા વાવાઝોડા ઉદભવી રહ્યા છે.   

છેલ્લા 40 વર્ષમાં દરેક ચોમાસા પહેલા બંગાળની ખાડી અને અરબ સાગરના તાપમાન લગભગ 1 થી 1.4 ડિગ્રી સેલ્સિયસ વધી જાય છે. આ વૈશ્વિક ગરમીના કારણે થઈ રહ્યું છે. આથી તોફાનોની સંખ્યા અને તીવ્રતા વધી રહ્યા છે.

બંગાળની ખાડીમાં આ અગાઉ આવેલા ખતરનાક વાવાઝોડામાં આસાની, અમ્ફાન, ફાની, નિવાર, બુલબુલ, તિતલી, યાસ અને સિતરંગ વગેરેનો સમાવેશ થાય છે. જ્યારે અરબ સાગરમાં તાઉતે, વાયુ, બિપરજોય, નિસર્ગ, અને મેકાનૂ આવ્યા હતા.   

બીબીસીના એક રિપોર્ટ મુજબ અરબ સાગરમાં વધતા તાપમાન હાલના વર્ષોમાં વાવાઝોડાની સંખ્યા, તેમની તીવ્રતા, અને તેમના કારણે પડતા ભારે વરસાદને કારણે થતું નુકસાન એક મોટી સમસ્યા બની રહ્યું છે. રિપોર્ટ મુજબ ગુજરાતમાં 40થી વધુ નાના મોટા બંદરોથી રોજના અબજો રૂપિયાનો માલ સામાન આયાત-નિકાસ થાય છે.

સમુદ્રી વાવાઝોડાની વધતી સંખ્યાથી ફક્ત આ વેપાર જ નહીં પરંતુ કાંઠા વિસ્તારોમાં રહેતા લોકોની આજીવિકા અને જીવનને પણ જોખમ પહોંચે છે. ગયા વર્ષે આવેલા બિપરજોય તોફાને ગુજરાતને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. 

વાવાઝોડું  બનવા પાછળનું સીધુ કારણ સમુદ્રના તાપમાન સાથે છે. વધતા તાપમાન માટે જળવાયું પરિવર્તનને એક મહત્વનું કારણ માનવામાં આવી રહ્યું છે. ભારત જ નહીં પરંતુ પાકિસ્તાન, યમન, અને ઓમાન જેવા દેશોમાં પણ પહેલા કરતા વધુ શક્તિશાળી તોફાન જોવા મળી રહ્યા છે. 

હવામાન વૈજ્ઞાનિકો  કહે છે કે કેટલાક તોફાન તો કાયદેસર ગરમીની સીઝનમાં સમુદ્રના ગરમ થયા બાદ આવે છે, પ્રી મોન્સુનની આજુબાજુ. પરંતુ કમોસમી તોફાનોનું કારણ રેપિડ ઈન્ટેસીફિકેશન હોય છે. એટલે કે પહેલા તોફાનની ગતિ ઓછી હોય છે જે 24 કલાકમાં વધીને ત્રણથી ચાર ગણી વધી જાય છે.

તમામ તોફાનોના બનવાનો સમય સમુદ્રી સપાટીનું તાપમાન દોઢથી બે ડિગ્રી સેલ્સિયસ વધુ થઈ જાય છે. એક તો જમીની સપાટી ગરમ ઉપરથી સમુદ્રનું તાપમાન વધવાના કારણે સાઈક્લોન શક્તિશાળી બનતું જાય છે. 

IPCC ની પાંચમી એસેસમેન્ટ જોઈએ તો ખબર પડે કે ગ્રીન હાઉસ ગેસોથી નીકળનારી વધારાની ગરમીનો 93 ટકા ભાગ સમુદ્ર શોષી લે છે. 1970થી એવું સતત થઈ રહ્યું છે. તેનાથી સાગરોનું તાપમાન દર વર્ષે વધી રહ્યું છે.

સામાન્ય રીતે ચક્રવાતી તોફાન હંમેશા સાગરોના ગરમ ભાગની ઉપર જ બને છે. જ્યાં સરેરાશ તાપમાન 28 ડિગ્રી સેલ્સિયસથી ઉપર હોય છે.

આ ગરમીથી ઉર્જા લે છે અને સાગરોથી ભેજ ખેંચે છે. અરબ સાગર અને હિન્દ મહાસાગરનો પશ્ચિમી ભાગ છેલ્લી એક સદીથી સતત ગરમ થઈ રહ્યો છે. ગરમ થવાનો આ દર કોઈ પણ અન્ય ઉષ્ણકટિબંધીય વિસ્તારથી વધુ છે.   

બીબીસીના અગાઉના એક રિપોર્ટમાં હવામાન સંસ્થાન પુણે ખાતે સમુદ્રના વધતા તાપમાન પર અભ્યાસ કરતા વરિષ્ઠ વૈજ્ઞાનિક ડો. રોક્સી મેથ્યુને ટાંકીને કહેવાયું છે કે જળવાયુ પરિવર્તને છેલ્લા એક દાયકામાં અરબ સાગરની સપાટીના તાપમાનમાં 1.2 ડિગ્રીથી 1.4 ડિગ્રીનો વધારો કર્યો છે. આ વાવાઝોડા ઉત્પન્ન કરવા માટે જરૂરી ઉર્જા પ્રદાન કરે છે.

પહેલા અરબ સાગરની સપાટી ઠંડી હતી. જેના કારણે સમુદ્રમાં ઓછા દબાણનું ક્ષેત્ર કે ઊંડા ખાડા બનતા હતા પરંતુ પશ્ચિમ મધ્ય અને ઉત્તરી અરબ સાગરની સપાટીનું તાપમાન ઓછું હોવાના કારણે તે તોફાનનું સ્વરૂપ લઈ શકતા નહતા. સમુદ્રની સપાટીના ઉચ્ચ તાપમાનના કારણે તોફાન બનવાની સાથે સાથે તેની તીવ્રતા પણ વધુ હોય છે. 

રિપોર્ટ મુજબ રાજ્યમાં સામાન્ય રીતે મે જૂનના મહિનાઓ દરમિયાન ચોમાસા સમયે તથા ઓક્ટોબર-નવેમ્બરમાં દક્ષિણ પશ્ચિમ મોનસૂનના અંતમાં વાવાઝોડા આવતા હોય છે. ગુજરાતમાં હાલના વર્ષોમાં તોફાનોની સંખ્યા વધવા પર ડો. કોલે કહ્યું હતું કે તોફાન સમુદ્રમાં બને છે. તેના ઉપરના વાતાવરણમાં હવા તોફાનની દિશા નિર્ધારિત કરે છે.

તોફાનનો રસ્તો સમુદ્રમાં તેના ઉત્પતિ સ્થાન અને તેના ઉપરના વાતાવરણમાં હવાની દિશાથી નિર્ધારિત થાય છે. સામાન્ય રીતે આ દરમિયાન અરબ સાગરમાં જે વાવાઝોડા સર્જાય છે તેની દિશા ગુજરાત તરફ હોય છે.   

તેમણે એવું પણ  કહ્યું હતું કે જ્યારે કોઈ તોફાન છેલ્લા 24 કલાકમાં 55 કિમી સુધી વિક્સી જાય તો તે સુપર સાઈક્લોનનું સ્વરૂપ લઈ લે છે. બિપરજોય અને તોક્તેના મામલાઓમાં તેણે અચાનક સુપર સાઈક્લોનનું સ્વરૂપ લઈ લીધુ હતું.

ભારતમાં હવામાન સંબંધિત આફતોની જાણકારી પહેલેથી જ સટીકતાથી મળી જતી હોય છે. જેનાથી રાહત અને બચાવ ટીમો લોકોને યોગ્યસમયે બચાવી લે છે. ભારતમાં મૈનગ્રુવ્સને વધારવા જોઈએ. કારણ કે તે તોફાનો દરમિયાન આવનારા પૂર અને ઊંચી લહેરોથી રક્ષણ આપે છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link