આ અનદેખી તસવીરો જોઈને લોકોના ઉભા થઈ જશે રૂવાડાં! જાણો 16 વર્ષ પહેલા થયેલા મુંબઈ હુમલાની કહાની

Tue, 26 Nov 2024-9:12 am,

29 નવેમ્બર 2008ના રોજ મુંબઈની તાજ હોટલમાં ગોળીબાર દરમિયાન ભારતીય સેનાના જવાનોએ મોર્ચો સંભાળ્યો હતો. જ્યારે આતંકીઓએ હુમલો કર્યો હતો, ત્યારે તાજ હોટલમાં લગભગ 450 ગેસ્ટ હાજર હતા અને અહીં 4 દિવસ સુધી ઓપરેશન ચાલ્યું હતું.

26/11 હુમલામાં મુંબઈની તાજ હોટલમાં ઘણું નુકસાન થયું હતું અને હુમલામાં 31 લોકો માર્યા ગયા હતા, જ્યારે 28 લોકો ઘાયલ થયા હતા. આતંકી હુમલા બાદ તાજ હોટલના ગુંબદમાંથી ધુમાડો નીકળતો હતો આ દ્રશ્ય મુંબઈ આતંકી હુમલાની ઓળખ બની ગયો.

આ ફોટોમાં 28 નવેમ્બર 2008ના રોજ મુંબઈમાં નરીમન હાઉસના ચોથા મોળે થયેલા વિસ્ફોટ બાદ એક રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ કમાંડો બારી તરફ નિશાન સાંધતા નજરે પડી રહ્યા છે.

29 નવેમ્બર 2008ના રોજ મુંબઈમાં આતંકવાદીઓના ખાત્મા પછી તાજમહેલ હોટેલની અંદરનું દૃશ્ય. આ હુમલામાં તાજ હોટલને 400 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે.

આ ફોટોમાં 26 નવેમ્બર 2008ના રોજ મુંબઈના છત્રપતિ શિવાજી રેલવે સ્ટેશન પર અજ્ઞાત હુમલાવરો દ્વારા કરવામાં આવેલા ગોળીબાર બાદ એક પોલીસકર્મી એક બુઝુર્ગ વ્યક્તિની સાથે ચાલતો નજરે પડી રહ્યો છ. છત્રપતિ શિવાજી રેલવે સ્ટેશન પર ગોળીબારમાં લગભગ 58 લોકો માર્યા ગયા હતા. ફોટોમાં સ્ટેશન પર દરેક જગ્યાએ સામાન વિખેરાયેલો પડ્યો છે અને લોહીના ધબ્બા નજરે પડી રહ્યા છે.

આ ફોટો 26 નવેમ્બર 2008ના રોજ મુંબઈમાં થયેલા હુમલાના એક વર્ષ બાદ પછીનો છે, જેમાં 26 નવેમ્બર 2009ના રોજ મુંબઈમાં નરીમન હાઉસની મુલાકાત દરમિયાન બાળકો ગોળીઓથી છલ્લી દીવાલને નજરે પડી રહ્યા છે.

આતંકીઓએ સૌથી વધુ તાંડવ ભીડવાળા છત્રપતિ શિવાજી રેલવે સ્ટેશન પર મચાવ્યો હતો. દેશના સૌથી વ્યસ્ત રેલ્વે સ્ટેશનો પૈકીના એક એવા મુંબઈના છત્રપતિ શિવાજી ટર્મિનસ પર જ્યારે હુમલો થયો ત્યારે મોટી સંખ્યામાં મુસાફરો હાજર હતા અને હુમલાખોરોએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો, જે બાદ મહત્તમ 58 લોકો માર્યા ગયા હતા.  

આતંકી હુમલા બાદ ભારતીય સુરક્ષાદળોએ બહાદુરીનો પરિચય આપતા 4 દિવસના ઓપરેશન બાદ 9 આતંકીઓને ઠાર માર્યા હતા. આ ફોટો 28 નવેમ્બર 2008નો છે, જ્યારે મુંબઈના નરીમન હાઉસના ટેરેસ પર ભારતીય સુરક્ષા ગાર્ડના કમાન્ડો હેલીકોપ્ટરમાંથી ઉતરતા નજરે પડી રહ્યા છે. નરીમન હાઉસમાં એક યહૂદી કેન્દ્ર છે.

આ 2 ફોટામાં આતંકવાદી અજમલ આમિર કસાબ 26 નવેમ્બર 2008ના રોજ મુંબઈના છત્રપતિ શિવાજી ટર્મિનસ રેલવે સ્ટેશનના પરિસરમાં ફરતો જોવા મળે છે. કહેવાય છે કે છત્રપતિ શિવાજી રેલવે સ્ટેશન પર થયેલા ફાયરિંગમાં અજમલ આમિર કસાબ અને ઈસ્માઈલ ખાન સામેલ હતા. ઈસ્માઈલ ખાન ઓપરેશન દરમિયાન સુરક્ષા દળો દ્વારા ઠાર માર્યો હતો, જ્યારે અજમલ આમિર કસાબ જીવતો પકડાયો હતો. કસાબ વિરૂદ્ધ ટ્રાયલ લાંબા સમય સુધી ચાલી અને પછી કોર્ટે તેને ફાંસીની સજા સંભળાવી. આ પછી તેને 21 નવેમ્બર 2012ના રોજ પુણેની યરવડા જેલમાં ફાંસી આપવામાં આવી હતી.

આ ફોટો 27 નવેમ્બર 2008નો છે, જ્યારે આતંકવાદી હુમલા બાદ મુંબઈની તાજ હોટલમાંથી ધુમાડો અને આગ નીકળતી જોવા મળી હતી. (ફોટો ક્રેડિટ- રોઇટર્સ)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link