PICS: જબરી શોધ થઈ આ તો...આ માસ્ક તમને વાયરસથી પણ બચાવશે અને ખાતી વખતે નડશે પણ નહીં

Fri, 26 Mar 2021-2:10 pm,

રિસર્ચર્સે તેને આ નોઝ ઓન્લી માસ્ક (Nose Only Mask) કે ઈટિંગ માસ્ક (Eating Mask) નામ આપ્યું છે. આ માસ્કથી ફાયદો એ થાય છે કે ખાતી વખતે તમારે માસ્ક ઉતારવું નહીં પડે અને તમે તેનેથી તમારું નાક પણ કવર કરીને આરામથી ભોજન કરી શકશો. b

મેક્સિકોના રિસર્સર્સે કોવિડ 19થી બચવા સાથે લોકોની સગવડ ધ્યાનમાં રાખીને આવું માસ્ક બનાવ્યું છે. રિસર્ચર્સનું કહેવું છે કે તે ખાતી પીતી વખતે પણ કોરોના વાયરસના સંક્રમણના જોખમને ઓછું કરવામાં મદદરૂપ થશે. 

રિસર્ચર્સના જણાવ્યાં મુજબ જ્યારે તમે કઈ ખાવા પીવા માટે માસ્ક હટાવશો તો તેનાથી સંક્રમણનું  જોખમ વધી જાય છે અને તમે વાયરસની ચપેટમાં આવી શકો છો. જ્યારે નોઝ ઓન્લી માસ્ક ખાતી પીતી વખતે પણ તમને લગભગ સુરક્ષા આપે છે. 

અમેરિકાની જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીના જણાવ્યાં મુજબ કોશિકાઓ કે લોકોને કોઈ પણ પ્રકારની ગંધનો અનુભવ કરાવે છે તે કોરોના વાયરસનો મુખ્ય એન્ટ્રી પોઈન્ટ બને છે. આથી આ પ્રકારે નોઝ કવરિંગ્સ બનાવવું જરૂરી છે. 

જો કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને એવી સલાહ આપી છે કે લોકોએ એવો માસ્ક પહેરવો જોઈએ કે જે તેમના નાક, મોઢું અને દાઢી ત્રણેયને ઢાંકી દે. 

નોઝ ઓન્લી માસ્કનો ઉપયોગ તમે ભોજન કરતી વખતે કે કઈ પ્રવાહી ગ્રહણ કરતી વખતે કરી શકો છો. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link