Ahmed Patel નું નિધન : પીએમ મોદીથી લઈને રાહુલ ગાંધીએ દુખ વ્યક્ત કરતા કહ્યું કે....

Wed, 25 Nov 2020-9:39 am,

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અહેમદ પટેલના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે લખ્યું કે, તેઓએ અનેક વર્ષો સુધી જનતાની સેવા કરી. તેઓ પોતાના તેજ દિમાગ માટે પ્રખ્યાત હતા. કોંગ્રેસ પાર્ટીને મજબૂત બનાવવામાં તેમની મહત્વની ભૂમિકા હંમેશા યાદ રાખવામાં આવશે. તેમના દીકરા ફૈઝલ સાથે વાત કરીને પીએમ મોદીએ સંવેદના વ્યક્ત કરી છે. તેઓએ કહ્યું કે, અહેમદભાઈની આત્માને શાંતિ મળે. 

માયાવતીએ ટ્વીટ કરીને અહેમદ પટેલના મોત પર દુખ વ્યક્ત કર્યું. તેમણે લખ્યું કે, વરિષ્ઠ કોંગ્રેસી નેતા તેમજ દેશની રાજનીતિનું પ્રખ્યાત નામ અહેમદ પટેલના આજે સવારે નિધનના સમાચાર અતિ દુખદાયક છે. તેમના પરિવાર અને મિત્રો પ્રતિ મારી સંવેદના છે. તેમનું વ્યક્તિત્વ બહુ જ સાદુ અને મિલનસાર હતુ. ભારતીય રાજનીતિમાં તેમની ઉંડી છાપને હંમેશા સારી રીતે યાદ કરવામાં આવશે. 

રાહુલ ગાંધીએ અહેમદ પટેલના નિધન પર દુખ વ્યક્ત કર્યું અને કહ્યું કે, તેઓ પાર્ટીની મિલકત હતા. તેઓ કોંગ્રેસ પાર્ટીના મજબૂત સ્તંભ હતા. 

પ્રિયંકા ગાંધી વાડ્રાએ ટ્વીટ કરીને કહ્યું કે, અહેમદજી ન માત્ર બુદ્ધુમાન અને અનુભવી સહકર્મી હતા, પરંતુ તેઓ પાસેથી મે અનેક સલાહ લીધી હતી. તેઓ એવા મિત્ર હતા, જેઓ અમારી પડખે દ્રઢતા, ઈમાનદારીથી અંત સુધી ઉભા રહ્યા હતા. તેમની આત્માને શાંતિ મળે.

રણદીપ સુરજેવાલાએ એક અલગ રીતે અહેમદ પટેલને શ્રદ્ધાંજલિ આપી હતી. તેઓએ લખ્યું કે, નિશબ્દ... જેઓએ દરેક નાના મોટા, દોસ્ત, સાથી, વિરોધી પણ, એક જ નામથી સન્માન આપતા... અહેમદભાઈ... તેમણે સદા નિષ્ઠા તથા કર્તવ્ય નિભાવ્યું. જેઓ હંમેશા પાર્ટીને જ પરિવાર માનતા હતા. તેઓએ રાજકીય રેખાઓ ભૂંસીને લોકોના દિલ પર છાપ છોડી છે. હજી પણ વિશ્વાસ નથી થતો. અલવિદા અહેમદજી....

છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે પણ અહેમદ પટેલને શ્રદ્ધાંજલિ આપી

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link