વધુ એક ખુલાસો! રિયાની `ડ્રગ્સ સ્ટોરી`માં સારા અલી બાદ હવે આ 4 મોટા નામ સામેલ

Sat, 12 Sep 2020-10:47 am,

રિયા ચક્રવર્તીએ તેની 'ડ્રગ્સ સ્ટોરી'માં જે બીજા પાત્રનું નામ આપ્યું તે છે અભિનેત્રી રકુલ પ્રીત સિંહ. રકુલનું ડ્રગ્સ કરિયર ભલે 2019માં શરૂ થયું હોય પરંતુ ફિલ્મ કરિયર 2009માં શરૂ થયું હતું. રકુલ પ્રીત સિંહ દિલ્હીની રહેવાસી છે. નેશનલ લેવલ ગોલ્ફ પ્લેયર છે, પરંતુ હવે તેની રમત બદલાઇ ગઇ છે. રકુલ પ્રીત હવે રિયા ચક્રવર્તીની ટીમમાં ડ્રગ્સની રમત રમી રહી છે.

સીમોના ખંભાટા વ્યવસાયે ડિઝાઇનર છે. તે રિયા ચક્રવર્તીની નજીકની મિત્ર છે અને રિયાના ડ્રગ્સ ગેમમાં તેની પાર્ટનર પણ છે. સીમોન, રિયા ચક્રવર્તીની સાથે સાથે બોલીવુડની ઘણાં બીજા સ્ટાર્સથી ખુબ જ નજીક છે. પરંતુ તેની મિત્ર રિયાએ NCBને આપેલા નિવેદનમાં સીમોનને ડ્રગ્સના કાદવમાં ખેચીં લીધી છે.

રોહિણી અય્યર પોતાને સુશાંતની મિત્ર ગણાવે છે, પરંતુ રિયા ચક્રવર્તીએ જણાવ્યું કે, રોહિણી અય્યરના હાથ ડ્રગ્સની રમતમાં સામેલ છે. NCB રિયાના નિવેદન અનુસાર જલદી રોહિણીની પૂછપરછ કરી શકે છે. રોહિણી વ્યવસાયે એક ફિલ્મ જર્નાલિસ્ટ અને બોલીવુડ પબ્લિસિસ્ટ છે.

કાસ્ટિંગ ડાયરેક્ટર, એક્ટર ડાયરેક્ટર, સ્ક્રીનપ્લે રાઇટર અને હવે રિયાની ડ્રગ્સ સ્ટોરીનું પાત્ર. સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ 'દિલ બેચારા'ના ડાયરેક્ટર મુકેશ છાબડા છે. પરંતુ રિયાના જણાવ્યા અનુસાર ડ્રગ્સ કેસમાં મુકેશ તેના સાથી છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link