ગુજરાતની દીકરીએ 51 ફાઈનલિસ્ટને માત આપીને જીત્યો મિસ યુનિવર્સ ઈન્ડિયાનો તાજ, Photos
રિયાએ મિસ યુનિવર્સનો તાજ પહેર્યા બાદ ખુશી વ્યક્ત કરી છે. તેણે એએનઆઈ સાથે વાતચીતમાં કહ્યું કે આજે તેણે મિસ યુનિવર્સ ઈન્ડિયા 2024નો ખિતાબ જીત્યો છે. આ માટે તે ખુબ આભારી છે. રિયાએ કહ્યું કે આ મુકામ પર પહોંચવા માટે તેણે ખુબ મહેનત કરી છે. એટલું જ નહીં રિયાએ એમ પણ કહ્યું કે આ તે પોતાની જાતને આ તાજને લાયક સમજી શકે છે. તે પહેલેથી જ વિનર્સથી ખુબ પ્રભાવિત રહી છે.

રિયા સિંઘાએ મિસ યુનિવર્સ ઈન્ડિયાનો તાજ જીત્યા બાદ આ તાજ ઉર્વશી રૌતેલાએ તેને પહેરાવ્યો. ઉર્વશી રૌતેલાએ 10 વર્ષ પહેલા આ તાજ પોતાના નામે કર્યો હતો. તે 2015માં મિસ યુનિવર્સ ઈન્ડિયા બની હતી. આવામાં તે જજ તરીકે આ ઈવેન્ટમાં પહોંચી હતી અને રિયાને જીત બાદ આ તાજ તેણે પોતાના હાથે પહેરાવ્યો હતો. તેણે એવી આશા પણ વ્યક્ત કરી કે આ વર્ષે ફરીથી મિસ યુનિવર્સનો તાજ ભારતને મળશે.
મિસ યુનિવર્સ ઈન્ડિયા 2024નો તાજ જીતી ચૂકેલી રિયા સિંઘા વિશે વાત કરીએ તો 18 વર્ષની રિયા ગુજરાતની રહીશ છે અને એક સારી મોડલ પણ છે. તે સોશિયલ મીડિયા ઉપર પણ ખુબ એક્ટિવ રહે છે અને તેના ઈન્સ્ટાગ્રામ પર 40 હજારથી વધુ ફોલોઅર્સ છે. પોતાની બોલ્ડનેસ અને સુંદરતાને લઈને ચર્ચામાં રહે છે. ફેન્સ પણ તેને ખુબ પસંદ કરે છે. મેક્સિકોમાં યોજનારા મિસ યુનિવર્સ 2024માં તે ભારતનું પ્રતિનિધિત્વ કરશે.
આ સ્પર્ધાનો તાજ જીતી ચૂકેલી રિયા સિંઘા બાદ ફર્સ્ટ રનર અપ તરીકે પ્રાંજલ પ્રિયા અને છાવી વેર્ગ સેકન્ડ રનર અપ બન્યા હતા. જ્યારે સુશ્મિતા રોય ત્રીજા નંબરે અને રૂફુઝાનો વ્હીસો ચોથા નંબરે રહ્યા.