જે પાણી આપણે ફેંકી દઈએ છીએ, ચોખાના એજ પાણીથી સ્કીન કરે કરે છે કોરિયન ગર્લ્સ
ચોખાનું પાણી નેચરલ ટોનર તરીકે કામ કરે છે. તે વધારાનું તેલ દૂર કરે છે, છિદ્રોને કડક કરે છે અને ત્વચાને તાજગી આપે છે. ચોખાનું પાણી નિયમિતપણે ચહેરા પર લગાવવાથી ખીલની સમસ્યા પણ ઓછી થઈ શકે છે.
ચોખાના પાણીમાં એવા તત્વો હોય છે જે ત્વચાને નિખારવામાં મદદ કરે છે. તે હાયપરપીગ્મેન્ટેશન અને ત્વચા પરના ડાઘને ઘટાડવામાં મદદ કરે છે.
ચોખાના પાણીમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે ત્વચાના કોષોને નુકસાનથી બચાવે છે. તે કરચલીઓ અને ફાઈન લાઈન્સ ઘટાડવામાં મદદ કરે છે, સાથે જ ત્વચાને યુવાન રાખે છે.
ચોખાના પાણીમાં ભરપૂર માત્રામાં ઈનોસિટોલ હોય છે, જે વિટામિન બી કોમ્પ્લેક્સ છે. તે ત્વચાને પોષણ આપવામાં અને તેની રચનાને સુધારવામાં મદદ કરે છે.
ચોખાનું પાણી હળવું અને નમ્ર હોય છે, તેથી સેન્સેટીવ સ્કીનવાળા લોકો માટે પણ તેનો ઉપયોગ કરી શકાય છે. તે કોઈપણ પ્રકારની બળતરા કર્યા વિના ત્વચાને શાંત અને હાઇડ્રેટેડ રાખે છે.