ધનવાન લોકો ઘરની ઉત્તર દિશામાં રાખે છે આ વસ્તુ, હંમેશા ભરાયેલી રહે છે તિજોરી
વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઉત્તર દિશામાં ધનના દેવતા કુબેરનો વાસ હોય છે. જેથી ઘરની ઉત્તર દિશામાં તિજોરી કે લોકર રાખવામાં આવે તો કુબેર દેવની કૃપાથી તિજોરી ભરાયેલી રહે છે.
ધનવાન બનવા માટે ઉત્તર દિશામાં મા લક્ષ્મી અને કુબેર ભગવાનનો ફોટો લગાવી પૂજા કરવી જોઈએ. સાથે સાંજના સમયે આ દિશામાં ગાયના ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ. તામ કરવાથી ધનની કમી રહેતી નથી.
આ સિવાય ઉત્તર-પૂર્વ કોણમાં દેવી-દેવતાઓનો વાસ હોય છે, તેથી હંમેશા મંદિર ઈશાન કોણમાં બનાવો. તેનાથી ભગવાનની કૃપાથી ઘરમાં કોઈ કમી રહેતી નથી. સાથે ધ્યાન રાખો કે ઘરના આ ભાગમાં ન તો ભારે વસ્તુ રાખો ન કચરો ભેગો કરો.
ઘરની ઉત્તર દિશામાં મની પ્લાન્ટ, ક્રસુલા પ્લાન્ટ જેવા છોડ રાખવા શુભ માનવામાં આવે છે. આમ કરવાથી ઘરમાં ચુંબકની જેમ પૈસા ખેંચાઈ આવે છે. ઘરમાં હંમેશા ધનનો પ્રવાહ બનેલો રહે છે. ઘરના સભ્યોની નોકરી-કારોબારમાં પ્રગતિ થાય છે.
ઘરની ઉત્તર દિશામાં કિચન બનાવવું શુભ હોય છે. તેનાથી ઘરમાં અન્નની કમી રહેતી નથી. ઘરના લોકો હંમેશા સ્વસ્થ રહે છે. સાથે તેના વિચાર સકારાત્મક રહે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતા પર આધારિત છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી)