દુનિયાના સૌથી વધુ પૈસાદાર ક્રિકેટ બોર્ડ તરીકે ભારત મોખરે, કારણ જાણીને ચોંકી જશો
3730 કરોડ રૂપિયાની આવક સાથે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ યાદીમાં પહેલા નંબરે છે. દર વર્ષે થનારી આઈપીએલમાંથી બીસીસીઆઈને વધારે ફાયદો થાય છે. બીસીસીઆઈનો અનેક કંપનીઓની સાથે કરાર છે. Byju's, એમપીએલ, પેટીએમ, ડ્રીમ 11, અંબુજા સિમેન્ટ્સ અને સ્ટાર સ્પોર્ટ્સ બીસીસીઆઈ સાથે જોડાયેલી છે. ભારતમાં તેની મુખ્ય ઓફિસ મુંબઈમાં છે. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી બીસીસીઆઈના હાલના અધ્યક્ષ છે.
ક્રિકેટ ઓસ્ટ્રેલિયા દુનિયાનું બીજા નંબરનું સૌથી પૈસાદાર ક્રિકેટ બોર્ડ છે. તેની આવક 2843 કરોડ રૂપિયા છે. તે દુનિયાના સૌથી જૂના ક્રિકેટ બોર્ડમાંથી એક છે. તેની સ્થાપના 1905માં થઈ હતી. મેલબોર્નમાં તેની મુખ્ય ઓફિસ છે. વોડાફોન, ડેટોલ, કોમનવેલ્થ બેંક, એચસીએલ, કેએફસી જેવી કંપનીઓનો ક્રિકેટ ઓસ્ટ્રેલિયા સાથે કરાર છે.
ઈંગ્લેન્ડનું ક્રિકેટ બોર્ડ દુનિયાના સૌથી પૈસાદાર ક્રિકેટ બોર્ડમાંથી એક છે. તે આ યાદીમાં ત્રીજા નંબરે છે. તેની મુખ્ય ઓફિસ લોર્ડ્સમાં છે. વિટેલિટી, રોયલ લંડન અને ન્યૂ બેલેન્સ જેવી કંપનીઓનો ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ સાથે કરાર છે.
આવકના મામલામાં શ્રીલંકાનું ક્રિકેટ બોર્ડ 10મા નંબર પર છે. શ્રીલંકા ક્રિકેટ બોર્ડે 2021માં લગભગ 100 કરોડ રૂપિયાની રેવન્યૂ હાંસલ કરી છે. આ ક્રિકેટ બોર્ડની રચના વર્ષ 1975માં કરવામાં આવી હતી. અને તે શ્રીલંકામાં ક્રિકેટને નિયંત્રિત કરે છે.
પીસીબીની કુલ કમાણી 811 કરોડ રૂપિયા છે. તેની સ્થાપના 1949માં થઈ હતી. અને લાહોરમાં તેની મુખ્ય ઓફિસ છે. પેપ્સી, યૂનાઈટેડ બેંક લિમિટેડ અને પીટીસીએલ જેવી કંપનીઓ પીસીબીને સ્પોન્સર કરે છે.
બીસીબીની કુલ કમાણી 802 કરોડ રૂપિયા છે. તે દુનિયાનું પાંચમું સૌથી અમીર ક્રિકેટ બોર્ડ છે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડની સ્થાપના વર્ષ 1972માં થઈ હતી. અને તેનું મુખ્યાલય ઢાકામાં છે. દારાજ, આમરા નેટવર્ક અને પેન પેસિફિક જેવી કંપનીઓએ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ સાથે કરાર કર્યા છે.
CSAની કુલ કમાણી 485 કરોડ રૂપિયા છે. ક્રિકેટ સાઉથ આફ્રિકાની સ્થાપના ત્રણ દાયકા પહેલાં એટલે કે 1991માં થઈ હતી. તેનું મુખ્યાલય જોહાનિસબર્ગમાં છે.
210 કરોડ રૂપિયાની કમાણી સાથે ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડ સાતમા નંબરે છે. ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડનું મુખ્યાલય ક્રાઈસ્ટચર્ચમાં છે. ANZ, ફોર્ડ, એક્કોર હોટલ્સ, પોવરડે, સ્પાર્ક સ્પોર્ટ અને ડાયનેસ્ટી સ્પોર્ટ જેવી કંપનીઓના NZC સાથે કરાર છે.
116 કરોડની રેવન્યૂ મેળવનાર વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ બોર્ડ આઠમા નંબરે છે. તે દુનિયાના સૌથી જૂના ક્રિકેટ બોર્ડમાંથી એક છે. તે વર્ષ 1920માં અસ્તિત્વમાં આવ્યું. પહેલાં તેને વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ બોર્ડ ઓફ કંટ્રોલ કહેવામાં આવતું હતું. પરંતુ 1996માં તેને વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ બોર્ડનું નામ આપવામાં આવ્યું.
ઝિમ્બાબ્વે ક્રિકેટ બોર્ડને 2021માં 113 કરોડ રૂપિયાની રેવન્યૂ મળી છે. આ બોર્ડ લગભગ 3 દાયકા પહેલાં એટલે કે 1992માં અસ્તિત્વમાં આવ્યું. ઝિમ્બાબ્વે ક્રિકેટ ટીમે હાલમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સારું પ્રદર્શન કર્યું નથી. જેની અસર બોર્ડની આવક પર થઈ છે. બોર્ડને કોકા કોલા, કેસલ લેગર, યૂમેક્સ, જિમગોલ્ડ અને વેગા સ્પોર્ટ્સવિયર જેવી કંપનીઓ સ્પોન્સર કરે છે.